Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વારસિયા મોબ લિંચિંગ કેસમાં 4 આરોપીઓ રિમાન્ડ પર

VADODARA : વડોદરા શહેર જિલ્લા (VADODARA CITY - DISTRICT) માં ચોર આવ્યા ચોરની અફવા વચ્ચે ત્રણ દિવસ પહેલા હકીકતે ચોર અને સ્થાનિકોનો સામનો થઇ ગયો હતો. આ ઘટનામાં વારસિયા વિસ્તારમાં ત્રણ ચોર ઇકરામા ઉર્ફે અલી, શેબાઝ પઠાણ અને સાહિલ શેખની...
vadodara   વારસિયા મોબ લિંચિંગ કેસમાં 4 આરોપીઓ રિમાન્ડ પર

VADODARA : વડોદરા શહેર જિલ્લા (VADODARA CITY - DISTRICT) માં ચોર આવ્યા ચોરની અફવા વચ્ચે ત્રણ દિવસ પહેલા હકીકતે ચોર અને સ્થાનિકોનો સામનો થઇ ગયો હતો. આ ઘટનામાં વારસિયા વિસ્તારમાં ત્રણ ચોર ઇકરામા ઉર્ફે અલી, શેબાઝ પઠાણ અને સાહિલ શેખની પુછપરછ કરવા જતા તેઓ ભાગવા ગયા હતા. જે બાદ ચોર ચોરની બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બાદમાં બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આ ઘટનામાં એક ચોર શેહબાઝનું મૃત્યું થયું હતું. આ ઘટનામાં ટોળા સામે મોબ લિચિંગનો ગુનો નોંધીને તપાસ દરમિયાન 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જે પૈકી ચારને કોર્ટમાં રજુ કરીને બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યું કે, આ મામલે અત્યાર સુધીની તપાસમાં 50 થી વધુ સીસીટીવીની ચકાસણી થઇ ચુકી છે. આવનાર સમયમાં વધુ આરોપીઓની અટકાયત કરવામાં આવી શકે તેમ છે.

Advertisement

જવાબ આપવામાં ગલ્લા-તલ્લા કરતા ચોર ચોરની બુમો પડી

વડોદરામાં હચમમચાવી નાંખે તેવી મોબ લિંચિંગની ઘટના બે દિવસ પૂર્વે વારસિયામાં બની હતી. ચોરીની બાઇક લઇને ત્રણ ઇસમો હાથફેરાની ફિરાકમાં હતા. દરમિયાન સ્થાનિકોએ ઝડપી પાડતા તેઓની આકરી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં જવાબ આપવામાં ગલ્લા-તલ્લા કરતા ચોર ચોરની બુમો પડી હતી. અને સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. જે બાદ ત્રણ પૈકી બે ને ટોળાએ મળીને ઢોર માર માર્યો હતો. અને એક નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. અને અન્ય એક ચોર હાલ ગંભીર હાલતમાં સારવાર લઇ રહ્યો છે. તેવામાં સિટી પોલીસ મથકમાં ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા

સુત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે પોલીસે હનીફ કાલુ દિવાન, અબ્દુલર તાહીર અબ્દુલપરવેઝ કુરેશી, શેહબાઝ અકીલશા દિવાન, સાજીદશા જહુસ્શા દિવાન, સાજીદશા જહુસ્શા દિવાન, રવિ કાંતિ દેવીપૂજક, જીતેન્દ્ર પાંડુરંગ પવાર, સુનીલ અમરલાલ ટીંડવાણી અને રિફાક્ત હનીફ શેખની અટકાયત કરી છે. તે પૈકી રવિ કાંતિ દેવીપૂજક, જીતેન્દ્ર પાંડુરંગ પવાર, સુનીલ અમરલાલ ટીંડવાણી અને રિફાક્ત હનીફ શેખને નામદાર કોર્ટમાં રજુ કરીને તેમના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

Advertisement

સાહીલ શેખ સ્થળ પરથી નાસી છુટવામાં સફળ રહ્યો

તો બીજી તરફ નાગરવાડામાં રહેતા નરેશ હસમુખ માળીએ ઇકરામા ઉર્ફે અલી, શેબાઝ પઠાણ અને સાહિલ શેખ સામે પાણીગેટ પોલીસ મથકમાં બાઇક ચોરીનો ગુનો નોંધાવ્યો છે. આ ત્રણેયનો લોકો જોડે સામનો થતા ટોળાએ માર માર્યો હતો. તે પૈકી સાહીલ શેખ સ્થળ પરથી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. બાકીના બે પૈકી એકનું મોત નિપજ્યું છે, અને અન્ય એક હાલ ગંભીર હાલતમાં સારવાર લઇ રહ્યો છે.

આ પણ વાંચો -- Junagadh જિલ્લામાં પ્રથમ વખત કોઈ મહિલા વિરુદ્ધ GUJCTOC હેઠળ ગુનો દાખલ

Advertisement

Tags :
Advertisement

.