VADODARA : મહિનાઓથી અટકી પડેલું કામ મિનિટોમાં થતા હાશકારો
VADODARA : રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સેતુ (SEVA SETU) કાર્યક્રમ ખરા અર્થમાં નાના માણસનો મોટો કાર્યક્રમ બની રહ્યું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગ્રામીણ લોકોને સેવા સેતુના કારણે તેમના સરકારી ડોકયુમેન્ટના કામ ખૂબ ઝડપી થઈ જાય છે. રાજય સરકારની વિવિધ સેવાઓ માટે આ લોકોને તાલુકા કે જિલ્લા પંચાયતમાં ધરમ ધક્કા ખાવામાંથી છૂટકારો તો મળ્યો છે એની સાથે તેમના કામો હવે ઘર આંગણે જ થઈ જાય છે.
નર્મદાભવન ગયો હોત તો મારે નોકરીમાં રજા પાડવી પડતી
સેવા સેતુનો લાભ લેનાર વડોદરા (VADODARA) ના રાજુભાઈ પાસવાન સરકારની પ્રશંસા કરતા કહી રહ્યા છે કે, હું અહીંયા આવકનો દાખલો કઢાવવા માટે આવ્યો હતો. મારે કોઈપણ પ્રકારની લાઈનમાં ઊભુ રહેવું પડ્યું નથી. મને આરામથી ૧૦ જ મિનિટમાં જ મારા હાથમાં આવકનો દાખલો મળી ગયો હતો. જો કે હું નર્મદાભવન ગયો હોત તો મારે નોકરીમાં રજા પાડવી પડતી પરંતુ અહીંયા મારૂ કામ ૧૦ જ મિનિટમાં થઈ ગયું હતું. સરકારએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
કાર્યક્રમ શહેરી વિસ્તારથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ યોજવામાં આવે છે
રાજય સરકાર દ્વારા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. જેમકે, બાળકોના આધારકાર્ડ નવા કઢાવવા,જન્મ મરણમાં અને આધારકાર્ડમાં સુધારા વધારા કરાવવા, આવકના પ્રમાણપત્ર મેળવવ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતી સેવાઓ સરળતાથી મેળવી શકે તેના માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. સેવા સેતુ કાર્યક્રમ શહેરી વિસ્તારથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ યોજવામાં આવે છે.
તાત્કાલિક સરકારી કાગળ મળી જાય છે
લાભાર્થી વનરાજસિંહ ચાવડા જણાવી રહ્યા છે કે, હું વડોદરા શહેરના મકરપુરા ગામ ખાતે રહું છું.મારે આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માટે આવ્યો હતો. મેં પહેલા કેટકેટલા ધક્કા ખાધા છતાં પણ મારૂ કામ થયું ન હતું. પરંતુ સેવા સેતુ કાર્યક્રમમાં આજે મારે આધારકાર્ડમાં અપડેટ ફટાફટ થઈ ગયું છે. મારે નોકરીમાં રજા પણ પાડવી પડી નથી. સરકારશ્રીને વિનંતી કરૂ છું કે આ રીતે અલગ અલગ વિસ્તારોમાં સેવા સેતુનો કાર્યક્રમ રાખે જેથી કરીને દરેક નાગરીકોને આનો લાભ મળી શકે ને કોઈને ઓફિસોમાં ધક્કાના ખાવા પડે.સેવા સેતુ કાર્યક્રમમાં તાત્કાલિક સરકારી કાગળ મળી જાય છે. આધારકાર્ડ અપડેટના લાભાર્થીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : દિવાળી પહેલા ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન, રડારમાં બિલ્ડર ગ્રુપ