Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દિપાવલી પર્વ પર મહારાષ્ટ્રીયન પરિવારે શિવાજીનો અભેદ્ય કિલ્લો બનાવ્યો, જાણો મહત્વ

VADODARA : કિલ્લો બનાવવાનું કામ ટીમવર્કને પ્રોત્સાહન આપે છે. કિલ્લો બનાવવાની પરંપરા હાલના સમયમાં લુપ્ત થતી જાય છે - પરિવાર
vadodara   દિપાવલી પર્વ પર મહારાષ્ટ્રીયન પરિવારે શિવાજીનો અભેદ્ય કિલ્લો બનાવ્યો  જાણો મહત્વ

VADODARA : દેશભરમાં દિપાવલી (DEEPAVALI - 2024) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા (VADODARA) ના મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના અભેદ્ય કિલ્લા (SHIVAJI MAHARAJ SINDHUDURG FORT) ની પ્રતિકૃતિ બનાવી છે. અને તેની ફરતે સુશોભન અને દિવડા કરીને પર્વની ઉજવણી કરવામાં આવી છે. પરિવારનું માનવું છે કે, આ કિલ્લો બનાવવાનું કામ ટીમવર્કને પ્રોત્સાહન આપે છે. કિલ્લો બનાવવાની પરંપરા હાલના સમયમાં લુપ્ત થતી જાય છે. ત્યારે તેમના દ્વારા વર્ષમાં એક વખત આ પ્રયાસો કરીને પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

દિવાળીમાં કિલ્લા બનાવવાની પરંપરા હજી પણ જીવંત રાખી

હિંદવી સ્વરાજ્ય માટે છત્રપતિ શિવાજી મહારાજ ઝઝૂમ્યા હતા. તેમનું જમા પાસું કિલ્લેબંધી હતી. મુગલો અને અંગ્રેજો સામેની લડતમાં કિલ્લા ખૂબ ઉપયોગમાં લેવાતા હતા. ઐતિહાસીક વારસાથી નવી પેઢીને અવગત કરાવવા માટે વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ દિવાળીમાં કિલ્લા બનાવવાની પરંપરા હજી પણ જીવંત રાખી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર રહેતા મહારાષ્ટ્રીયન પરીવારે માલવણના નજીક આવેલ સિંધુદુર્ગ ટાપુ પર બાંધવામાં આવેલ અભેદ કિલ્લો બનાવ્યો છે.

Advertisement

ટીમવર્ક કરવાનું પ્રોત્સાહન મળે

પરિવારના મોભી અંકિત મહુરકરએ મીડિયાને જણાવ્યું કે, આ જુની મહારાષ્ટ્રીયન પરંપરા છે. અમે આ પરંપરા જાળવી રહ્યા છીએ. હાલના સમયમાં આ પરંપરા લુપ્ત થતી જાય છે. અમે વર્ષમાં એક વખત પ્રયત્ન કરીએ છીએ, કે બાળકો સાથે કિલ્લો બનાવીએ. આ પરંપર છત્રપતિ શિવાજી મહારાજના સમયથી ચાલતી આવે છે. એટલે અમે તેની જાળવણી કરી રહ્યા છે. તેનું મહત્વ છે કે, આનાથી આપણને ટીમવર્ક કરવાનું પ્રોત્સાહન મળે છે. આ કિલ્લો કોઇ એક વ્યક્તિથી બનાવવો શક્ય નથી. આ માટે મારા પરિવારના માતા-પિતા, પત્ની, સાસુ-સસરા, બહેન-જીજાજી તમામે એકસાથે મળીને બનાવ્યું છે. આ કાર્યમાં બધા ભેગા મળીને જોડાય છે. તહેવારોમાં રજા હોવાથી બધા સમય આપી શકે છે.

Advertisement

બ્રિટિશર્સ તથા અન્ય દ્વારા આક્રમણ કરવામાં આવતું

વધુમાં જણાવ્યું કે, આ કિલ્લો સિંધુ દુર્ગનો કિલ્લો છે. તે ગોવાથી ઉત્તરમાં 100 કિમી જેટલા અંતરે આવેલો છે. માલવાડ ગામમાં આ કિલ્લો આવેલો છે. છત્રપતિ શિવાજી મહારાજે જાતે આ કિલ્લો બનાવડાવ્યો હતો. તેમના કાળમાં ઘણાબધા બ્રિટિશર્સ તથા અન્ય દ્વારા આક્રમણ કરવામાં આવતું હતું. તે સમયે આપણી પાસે મજબુત નેવી આર્મી ન્હતી. તેને મજબુત બનાવવા માટે આ કિલ્લો ખુબ અગત્યનો માનવામાં આવે છે. આ જગ્યા માટે છત્રપતિ શિવાજી મહારાજે કહ્યું હતું કે, ત્યાં 84 કિલ્લા હતા, પરંતુ તેમાંથી સૌથી બેસ્ટ આ કિલ્લો છે. આ કિલ્લાનું તે સમયે તેમની હાજરીમાં ઉદ્ધાટન થયું હતું, અને તેને તૈયાર કરવામાં તેમને ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડમાં મૃતકના નિવાસ સ્થાને "ભાઇબીજ" ઉજવતા ભાજપના કોર્પોરેટર

Tags :
Advertisement

.