Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "રાવપુરાના રાજા" ગણેશજીની આગમન યાત્રા પરનું વિધ્ન મોડે મોડે દુર થયું

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે રાવપુરાના રાજા મનાતા ખર્ચીકરના ખાંચાના ગણેશજીની આગમન યાત્રા પરનું વિધ્ન મોડે મોડે દુર થયું હતું. અને બાદમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ વરસાદ વિલન બનતા, જોઇએ તેવો માહોલ જામ્યો ન્હતો. આયોજકો...
vadodara    રાવપુરાના રાજા  ગણેશજીની આગમન યાત્રા પરનું વિધ્ન મોડે મોડે દુર થયું

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે રાવપુરાના રાજા મનાતા ખર્ચીકરના ખાંચાના ગણેશજીની આગમન યાત્રા પરનું વિધ્ન મોડે મોડે દુર થયું હતું. અને બાદમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ વરસાદ વિલન બનતા, જોઇએ તેવો માહોલ જામ્યો ન્હતો. આયોજકો દ્વારા વિશેષ આકર્ષણના ભાગરૂપે ઉજ્જૈનના મહાકાલેશ્વરથી ડમરૂ વાદનની ટીમને બોલાવવામાં આવી હતી.

Advertisement

ગણેશજીની આગમન યાત્રાનું આયોજન

તાજેતરમાં દશામાતાની આગમન યાત્રામાં ડીજેમાં મારામારી થતા એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તે બાદ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. દરમિયાન વડોદરામાં પોલીસ અને ગણેશ મંડળના આયોજકો વચ્ચે સમયાંતરે વાટાઘાટો થતી રહે છે. જેમાં આયોજકો દ્વારા તેમના પ્રશ્નો પોલીસ કમિશનર સમક્ષ મુકવામાં આવે છે. ગતરાત્રે શહેરમાં 70 થી વધુ વર્ષથી બેસાડવામાં આવતા રાવપુરાના રાજા ખર્ચીકરના ખાંચાના ગણેશજીની આગમન યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેની શોભાયાત્રાની છેલ્લી ઘડીએ મંજુરી આપવામાં આવી ન્હતી.

Advertisement

મહાકાલેશ્વરથી વિશેષ ડમરૂ વાદનની ટીમનું આકર્ષણ

તો બીજી તરફ આયોજકો શોભાયાત્રાને લઇને મક્કમ હતા. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગણેશ મંડળના આયોજકો વચ્ચે મેરાથોન મીટિંગ ચાલી હતી. બાદમાં મોડે મોડે પોલીસ દ્વારા ડીજે વગર મંજુરી આપવામાં આવી હતી. ખર્ચીકરના ખાંચાના ગણેશજીની મૂર્તિ વિશેષ મહારાષ્ટ્રથી મંગાવવામાં આવી હતી. અને તેની આગમન યાત્રામાં ઉજ્જૈનના મહાકાલેશ્વરથી વિશેષ ડમરૂ વાદનની ટીમને આકર્ષણના ભાગરૂપે બોલાવવામાં આવી હતી.

Advertisement

ગણેશજીના આગમનને વધાવી લેવામાં આવ્યું

ત્રણ કલાકથી વધુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેની મથામણ બાદ ડીજે વગર શોભાયાત્રાને મંજુરી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડે મોડે મંજુરી મળતા ગણેશજીની આગમનયાત્રા શરૂ થઇ ત્યારે વરસાદ વિલન બન્યો હતો. છતાં ગણેશજીના ભક્તોને ઉત્સાહ અકબંધ હતો. અને રંગેચંગે ગણેશજીના આગમનને વધાવી લેવામાં આવ્યું હતું.

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય

વડોદરા પોલીસ દ્વારા આગામી તહેવારોની ઉજવણી સુચારુ રૂપે થાય તે માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ખર્ચીકરના ખાંચામાં ગણેશજીના આગમનયાત્રા સમયે જરૂરી મહેકમ ન હોવાના કારણે પોલીસ દ્વારા મંજુરી શરૂઆતના સમયમાં આપવામાં આવી ન્હતી. તહેવારો નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાવવાની સાથે રંગેચંગે ઉજવણી થાય તે માટે પોલીસે કમર કસી લીધી છે.

આ પણ વાંચો -- VADODARA : જિલ્લાના ગામે-ગામ દેશભક્તિની આલ્હેક જગાવતી તિરંગા યાત્રા

Tags :
Advertisement

.