Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તલવાર, ચપ્પુ લઇને ઘરમાં ઘૂસેલા લૂંટારૂઓએ આતંક મચાવ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં એક તરફ ચોર આવ્યા ચોર આવ્યાની અફવાહ ચાલી રહી છે. તો બીજી તરફ લૂંટારૂઓ ધારદાર હથિયારની અણીએ લૂંટ ચલાવી રહ્યા હોવાના કિસ્સાઓ પોલીસ મથકમાં નોંધાઇ રહ્યા છે. બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION) વિસ્તારમાં રહેતા...
vadodara   તલવાર  ચપ્પુ લઇને ઘરમાં ઘૂસેલા લૂંટારૂઓએ આતંક મચાવ્યો

VADODARA : વડોદરા (VADODARA) માં એક તરફ ચોર આવ્યા ચોર આવ્યાની અફવાહ ચાલી રહી છે. તો બીજી તરફ લૂંટારૂઓ ધારદાર હથિયારની અણીએ લૂંટ ચલાવી રહ્યા હોવાના કિસ્સાઓ પોલીસ મથકમાં નોંધાઇ રહ્યા છે. બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION) વિસ્તારમાં રહેતા રહીશને ત્યાં ચાર લૂંટારૂઓએ ધાડ પાડી હતી. જેમાં ઘર માલિકે પહેરેલા દાગીના સહિત તિજોરીએ સાફ કરીને લૂંટારૂઓ ફરાર થયા હતા.

Advertisement

દરવાજાને કોઇ ધક્કો મારતું હોવાનું જણાતા ચોર ચોરની બુમો પાડી

બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અશોકકુમાર જયપ્રકાશ સીંગલ (રહે. નવદજીવન, આજવા રોડ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સરદાર એસ્ટેટમાં કંપની ધરાવે છે. 19, ઓક્ટોબરના રોજ રાત્રે જમી પરવારીને પરિજનો સુઇ ગયા હતા. તેવામાં રાત્રે ત્રણ વાગ્યાના આરસામાં દરવાજો ખુલવાનો અવાજ આવતા પરિજવારના સભ્યો જાગી ગયા હતા. અને દરવાજાને કોઇ ધક્કો મારતું હોવાનું જણાતા ચોર ચોરની બુમો પાડી હતી. તેવામાં ચોરે જોરથી ધક્કો મારતા દરવાજો ખુલી ગયો હતો.

Advertisement

ચપ્પુ બતાવીને ફરિયાદીના ગળામાં પહેરેલી સોનાની ચેઇન કઢાવી

ચાર કાળા કલરના કપડુ મોંઢે ઢાંકેલા ઇસમો રૂમમાં પ્રવેશ્યા હતા. તે પૈકી એકના હાથમાં તલવાર, અન્યના હાથમાં લોક તોડવાનું લોખંડનું હથિયાર, અને ચપ્પુ હતું. તેમાં બે ઇસમોએ ચપ્પુ બતાવીને ફરિયાદીના ગળામાં પહેરેલી સોનાની ચેઇન કઢાવી હતી. ત્યાર બાદ પુત્રએ પહેરેલી ચેઇન, કડું કઢાવ્યું હતું. અને બાદમાં પત્નીએ પહરેલી ચેઇન અને બંગડીઓ કઢાવી લીધી હતી. બાદમાં રૂમમાં રાખેલી લોખંડની તિજોરી તોડી તેમાંથી સોનાના બિસ્કીટ, બુટ્ટી, રોકડા, તથા અન્ય કિંમતી સામાન થેલામાં ભરીને નાસી છુટ્યા હતા.

રોકડા અને કિંમતી સામાન મળીને કુલ રૂ. 11.75 લાખની લૂંટ

લૂંટારૂઓએ દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યાર બાદ અમે ચોર ચોરની બુમો પાડતા પાડોશી જાગી હયા હતા. અને તેમણે આવીને ઘરનો દરવાજો ખોલ્યો હતો. મકાનના રસોડામાં અંદર-બહાર જવાના દરવાજાનો નકુચો તોડીને તેઓએ ઘરમાં પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ ફરિયાદીએ 100 નંબર પર ફોન કરીને જાણ કરી હતી. તસ્કરો હિંદી અને ગુજરાતીમાં બોલતા હોવાનું પીડિતે ફરિયાદમાં જણાવ્યું છે. ઉક્ત મામલે રોકડા અને કિંમતી સામાન મળીને કુલ રૂ. 11.75 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

પોલીસ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા થયા

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેરભરમાં ચોર આવ્યા ચોર આવ્યાની અફવાહો ઉડી રહી છે. તો બીજી તરફ લૂંટારૂઓ ખરેખર લોકોના ઘરમાં બેખૌફ બનીને ધારદાર હથિયાર બતાવીને લૂંટ ચલાવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ પોલીસ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા કરે તેવી છે. હવે પોલીસ કેટલા સમયમાં લૂંટારૂઓ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : "લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરોનો ખાતમો અનિવાર્ય" - રાજ શેખાવત

Tags :
Advertisement

.