Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara: ભાયલી સામૂહિક દુષ્કર્મ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા વકીલોએ કર્યો ટપલીદાવ

વડોદરાના ભાયલીમાં ચકચારી સામૂહિક દુષ્કર્મનો મામલો આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા વકીલોએ કર્યો ટપલીદાવ કોર્ટ રૂમમાંથી બહાર નિકળતા જ વકીલોએ કર્યો ટપલીદાવ Vadodara: વડોદરાના ભાયલીમાં ચકચારી સામૂહિક દુષ્કર્મનો મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો,...
vadodara  ભાયલી સામૂહિક દુષ્કર્મ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા વકીલોએ કર્યો ટપલીદાવ
  1. વડોદરાના ભાયલીમાં ચકચારી સામૂહિક દુષ્કર્મનો મામલો
  2. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા વકીલોએ કર્યો ટપલીદાવ
  3. કોર્ટ રૂમમાંથી બહાર નિકળતા જ વકીલોએ કર્યો ટપલીદાવ

Vadodara: વડોદરાના ભાયલીમાં ચકચારી સામૂહિક દુષ્કર્મનો મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કોર્ટ રૂમમાંથી બહાર નિકળતા જ વકીલોએ ટપલીદાવ કર્યો હતો. આરોપીઓ સામે વકીલોમાં ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો. જો કે, ટપલીદાવ થતા પોલીસ આરોપીઓને રક્ષણ આપી લઇ ગઇ હતીં. ભાયલીમાં ચકચારી સામૂહિક દુષ્કર્મ મામલે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: Surat : ચાલુ રિક્ષાનું સ્ટીયરિંગ નાના ભૂલકાંનાં હાથમાં થમાવ્યું... જુઓ જોખમી વાઇરલ Video

Advertisement

કોર્ટે 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

નોંધનીય છે કે, આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કરવામાં આવી માંગણી હતી. જેથી કોર્ટે 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે મળતી જાણકારી પ્રમાણે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે દ્વારા માત્ર 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. આ સાથે કાર્ટેની બહાર વકીલોમાં ટપલીદાવ જેવું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: 'Eco Sensitive Zone' સામે હલ્લાબોલ! તાલાલામાં હજારો મહિલા, ખેડૂતોની 'મહારેલી', મેંદરડામાં 'મહાસભા'

Advertisement

48 કલાકમાં આરોપીઓની કરાઈ હતી ધરપકડ

નવરાત્રિના બીજા નોરતે વડોદરા (Vadodara)ના ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ મિત્ર જોડે બેઠેલી સગીરા ગેંગ રેપનો શિકાર બની હતી. આ ઘટનાને 48 કલાક વિતી ગયા ત્યાં તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લીધા હતાં. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: GangRape : નરાધમો હાલ પણ ફરાર, પકડવા માટે AI નો ઉપયોગ, માહિતી આપનારને લાખોનું ઇનામ!

Tags :
Advertisement

.