ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : લા'પીનોસના પીઝામાંથી મૃત માખી અને વાળ નીકળ્યા

VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા લા'પીનોસ પીઝા (La Pinoz Pizza) ના આઉટલેટમાંથી ગ્રાહકે ખરીદેલા પીઝામાંથી મૃત માખી અને વાળ નિકળ્યા હતા. જેને લઇને ગ્રાહકે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ...
11:16 AM Aug 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા લા'પીનોસ પીઝા (La Pinoz Pizza) ના આઉટલેટમાંથી ગ્રાહકે ખરીદેલા પીઝામાંથી મૃત માખી અને વાળ નિકળ્યા હતા. જેને લઇને ગ્રાહકે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ શહેરના વધુ એક ફૂડ જોઇન્ટની ગંભીર બેદરકારી છતી થવા પામી છે. આ ઘટના સામે આવ્યા બાદ હવે બેદરકાર ફૂડ આઉટલેટ ધારકે સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

સફળતા મળી નથી

વડોદરા સહિત રાજ્યના અનેક શહેરો-ટાઉનમાં ભોજનમાંથી માખી-મચ્છર, વાળ, ઘરોળી નિકળવાની ઘટના સપાટી પર આવી ચુકી છે. આ પ્રકારની ઘટનાઓ બાદ સરકાર સફાળી જાગી છે. અને સ્કવોર્ડ બનાવીને ચકાસણી પણ કરવામાં આવી છે. છતાં આ પ્રકારના કિસ્સાઓ અટકાવવામાં તંત્રને જોઇએ તેવી સફળતા મળી નથી. આ વાતની પ્રતિતી કરાવે તેવી ઘટના વડોદરાના એલ એન્ડ ટી સર્કલ ખાતે આવેલા લા પીનોઝના આઉટલેટમાં સામે આવી છે.

ઉત્સાહ આક્રોષમાં ફેરવાઇ ગયો

વડોદરાના એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા લા પીનોઝ પીઝાના આઉટલેટમાંથી ગ્રાહકે તાજેતરમાં પીઝા ખરીદ્યો હતો. પીઝાનો સ્વાદ માણવા જતા જ ગ્રાહકની નજર પીઝાના ટોપીંગ પર પડેલી બે મૃત માખીઓ પર પડી હતી. જે જોતા જ પીઝા ખાવાનો ગ્રાહકનો ઉત્સાહ આક્રોષમાં ફેરવાઇ ગયો હતો. આ સ્લાઇસને અલગ કરવા જતા ગ્રાહકને અન્ય સ્લાઇસમાંથી વાળ પણ મળી આવ્યો હતો. જેથી ગ્રાહકો હોબાળો મચાવ્યો હતો. અને બાદમાં આ વાતની લોકજાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.

શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું

ગ્રાહકને નરી આંખે દેખાતી મૃત માખીઓ અને વાળ આ પીઝા તૈયાર કરનારાઓને કેમ નહી દેખાયા હોય, રાજ્ય સરકારની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા રેસ્ટોરેન્ટ્સમાં ચકાસણી છતાંય આ પ્રકારની બેદરકારીઓ અટકવાનું નામ કેમ નથી લેતી, રેસ્ટોરેન્ટ સંચાલકોની વારંવાર ગ્રાહકો પ્રત્યેની બેદરકારી કેમ અટકવાનું નામ નથી લઇ રહી, આ પ્રકારના અનેક સવાલોએ આ ઘટના બાદ લોકોના મનમાં સ્થાન લીધું છે. આટલી ગંભીર વાત સપાટી પર આવ્યા બાદ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : મેયરનું બોગસ વોટ્સએપ એકાઉન્ટ બનાવી ફાયદો લેવાનો પ્રયાસ

Tags :
andCustomerfoundhairinsectlapinozonPizzaraisesliceVadodaraVoice
Next Article