Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શાળા માટે તરાપાની વ્યવસ્થા કોણ કરશે !, વિદ્યાર્થી-વાલીઓ ચિંતિત

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરના કોયલી-ઉંડેરા વિસ્તારમાં આવેલી એક શાળામાં જતા રસ્તે આજે પણ પાણી ભરાયેલા છે. જેના કારણે ત્યાં સુધી જવા માટે તરાપાની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતી છે. આ...
vadodara   શાળા માટે તરાપાની વ્યવસ્થા કોણ કરશે    વિદ્યાર્થી વાલીઓ ચિંતિત

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરના કોયલી-ઉંડેરા વિસ્તારમાં આવેલી એક શાળામાં જતા રસ્તે આજે પણ પાણી ભરાયેલા છે. જેના કારણે ત્યાં સુધી જવા માટે તરાપાની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતી છે. આ પરિસ્થિતીથી શાળાના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામ ચિંતિત છે. આ અંગેની રજુઆત કર્યા બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થિતી ઠેરની ઠેર છે. આ ઘટનાના વીડિયો હાલ સપાટી પર આવ્યા છે. હવે મામલો મીડિયામાં ઉજાગર થયા બાદ કેટલા સમયમાં તેનો ઉકેલ આવે છે તે જોવું રહ્યું.

Advertisement

સ્કુલ તરફ જતા રસ્તાની ભારે અવદશા થઇ

વડોદરામાં એક નહીં, બે નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત પૂર જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. વિતેલા 2 મહિનાના પૂરના અનુભવા વડોદરાવાસીઓના સ્મૃતિ પટલ પર લાંબો સમય સુધી રહેશે. ત્યારે હવે વડોદરાવાસીઓ ઐતિહાસીક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યા છે. ત્યારે શહેરના ઉંડેરા-કોયલી રોડ પર આવેલી સેન્ટ પોલ્સ સ્કુલ તરફ જતા રસ્તાની ભારે અવદશા થઇ છે. જે હવે શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

તરાપામાં બેસીને શાળાએ જવું પડે તેવી ટીખળ લોકો કરી રહ્યા છે

પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રીજી વખત શહેરમાં પૂરની પરિસ્થિતી સર્જાયા બાદ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે. પરંતુ ઉંડેરા-કોયલી રોડ પર આવેલી સેન્ટ પોલ્સ સ્કુલ તરફ જતા રસ્તાના પાણી ઓસર્યા નથી. જેને લઇને તરાપામાં બેસીને શાળાએ જવું પડે તેવી ટીખળ લોકો કરી રહ્યા છે. પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા ના હોવાના કારણે આજે આ સ્થિતીનું નિર્માણ થયું છે. પાણી ભરાઇ રહેવું બિન આરોગ્પપ્રદ વાતાવરણ સર્જી શકે તેમ છે. આ અંગે તંત્રને રજુઆત કરવા છતાં કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા મેનેજમેન્ટ તમામ ચિંતિત છે. હવે આ મામલો મીડિયા દ્વારા ઉજાગર કરવામાં આવતા જલ્દી તેનું સમાઘાન આવે તેવી આશા લોકો લગાવીને બેઠા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રજાના દિવસે પ્રિન્સિપાલ સેક્રેટરીની પાલિકાના અધિકારીઓ જોડે બેઠક

Advertisement
Tags :
Advertisement

.