ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ખેતરમાંથી અર્ધ બળેલો મૃતદેહ મળ્યો, તપાસમાં FSL-ડોગ સ્કવોર્ડ જોડાઇ

VADODARA : કમરના સળગી ગયેલ ભાગ તરફ રાખમાં એક મોબાઇલ સળગીને છૂટો પડેલો, એક સ્ટીલનો ગ્લાસ તેમજ નજીક વાહનના નિશાન જોવા મળ્યા
12:42 PM Nov 07, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા કરજણ (KARJAN) તાલુકાના કરજણ - વેમારડી રોડ ઉપર ચકચારી ઘટના સામે આવી છે. અહિં આઇનોકસ કંપનીની સામે આવેલા નીલગીરીના ખેતરમાં વિકૃત હાલતમાં બળીને ભડથું થઈ ગયેલો અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા પંથકમાં સોંપો પડી જવા પામ્યો છે.

હત્યા કરીને કરી કોઈ જ્વલનશીલ પદાર્થ નાંખવામાં આવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, કરજણ તાલુકાના કરજણ - વેમારડી રોડ ઉપર આઈનોકસ કંપનીની સામે આવેલા નીલગીરીના ખેતરમાં નિત્યક્રમ મુજબ ખેડુત ગયા હતા. તેવામાં તેમની નજર ખેતરમાં બળીને ભડથું થઈ ગયેલી વિકૃત હાલતમાં એક મૃતદેહ પર પડી હતી. જે અંગેની જાણ કરજણ પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તપાસ કરતા મૃતકની હત્યા કરીને કરી કોઈ જ્વલનશીલ પદાર્થ નાંખી મોંઢાનો ભાગ તથા છાતી , હાથ પગનો ભાગ અર્ધ સળગાવી તેમજ કમરની નીચેના ભાગ, પેટના ભાગેથી સંપૂર્ણ સળગાવી નાંખવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું. આ મામલે કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા એફએસએલ તેમજ ડોગ સ્કવોર્ડની મદદ લેવામાં આવી છે.

જીભ બહાર નીકળેલ હાલતમાં હતી

ઘટનાસ્થળે ભડથું થયેલ મૃતદેહ હાલતમાં મળી આવેલ ચત્તી હાલતમાં પડેલો મળી આવ્યો હતો. મૃતકના પગ અને માથાનો ભાગ બળીને કાળો પડી ગયેલો જોવા મળ્યો હતો. અને તેની જીભ બહાર નીકળેલ હાલતમાં હતી. મૃતદેહના કમરના ભાગે કોપરની બોટલના ટુકડા સળગી ગયેલી હાલતમાં, કમરના સળગી ગયેલ ભાગ તરફ રાખમાં એક મોબાઇલ સળગીને છૂટો પડેલો, એક સ્ટીલનો ગ્લાસ તેમજ લાશની નજીક વાહનના નિશાન જોવા મળ્યા હતાં. લાશની આજુબાજુ સુકાયેલ પ્રવાહી તથા અવશેષો પડેલા હતાં. મૃતદેહ ને જોતાં મૃતક આશરે 25 થી 35 વર્ષનો યુવાન પુરૂષ હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : "હું દારૂનો ધંધો કરવાનો, થાય તે કરી લેજે", કહી બુટલેગરનો હુમલો

Tags :
BodyBurnfoundhalfInvestigationKarjanpolicestationUnderwayVadodara
Next Article