Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દબાણખોરની ધમકી, "અરજી પાછી ખેંચી લે, નહી તો ગામ છોડાવી દઇશ"

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા કરજણ (KARJAN) ના સાંસરોદ ગામે બાંધકામનું દબાણ ઉભુ કરનાર સામે મુળ માલિકે ગ્રામ પંચાયત અને મુખ્યમંત્રી સમક્ષ અરજી કરી હતી. જે બાદ જમીનના રખેવાડના મિત્ર દ્વારા તે અનુસંધાને ધાકધમકી આપતા મામલો પોલીસ...
vadodara   દબાણખોરની ધમકી   અરજી પાછી ખેંચી લે  નહી તો ગામ છોડાવી દઇશ

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા કરજણ (KARJAN) ના સાંસરોદ ગામે બાંધકામનું દબાણ ઉભુ કરનાર સામે મુળ માલિકે ગ્રામ પંચાયત અને મુખ્યમંત્રી સમક્ષ અરજી કરી હતી. જે બાદ જમીનના રખેવાડના મિત્ર દ્વારા તે અનુસંધાને ધાકધમકી આપતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

તમે અમારી માલિકીની જગ્યામાં દબાણ કરી રહ્યા છો

કરજણ પોલીસ મથકમાં કિશન જિતેન્દ્રભાઇ ભટ્ટ (રહે. સાંસરોદ, બ્રાહ્મણ ફળિયુ, કરજણ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પાણીપુરીની લારી ચલાવે છે. અને સંયુક્ત કુટુંબમાં રહે છે. સાંસરોદ ગામે વડીલો પાર્જિત જમીન આવેલી છે. જે હાલ તેમના પિતાના નામે છે. તેમની બાજુની રેખડ ઇસપ અસ્માલની મિલકતમાં દબાણ કરીને કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. અને હાલ મકાન બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તે અંગે કહ્યું કે, તમે અમારી માલિકીની જગ્યામાં દબાણ કરી રહ્યા છો, જે અમારી વડીલો પાર્જિત મિલ્કત છે.

માત્ર એક જ કસ્ટમર હોય છે

બાદમાં આ અંગે ગ્રામ પંચાયતમાં આ અંગેની માપણી કરવા માટે અરજી આપવામાં આવી હતી. રેખડ ઇસપ અસ્માલ હાલ લંડન, યુકે માં રહે છે. તેની મિલ્કતની દેખરેખ મુબારક મહંમદ રેખડ રાખે છે. અને તેનો મિત્ર યાકુબ અલી જમીદાર છે. 15 ઓગસ્ટના રોજ કિશન ભટ્ટ નારેશ્વર ચોકડી પર પાણીપૂરીના ધંધાઅર્થે જાય છે. તે વખતે માત્ર એક જ કસ્ટમર હોય છે. જે બર્થડે માટે પાણીપૂરી લઇ જવા માટે આવ્યો હોય છે. દરમિયાન બટાટા ખુટી ગયા હોવાથી તેઓ ઘરે ફોન કરે છે. અને બટાકા લઇને આવવા જણાવે છે.

Advertisement

તારા ઘરો સળગાવી નાંખીશ

બાદમાં પરિજન બટાકા લઇને આવે છે. અને તેનો છોલવાનું કામ શરૂ થાય છે. ત્યારે ગામના યાકુબ અલી જમીદાર લારી પાસે આવીને ગાળો બોલવાનું શરૂ કરે છે. અને જણાવે છે કે, મારા મિત્ર મુબારક મહંમદ રેખડ ના કુટુંબી રેખડ ઇસમ અસ્માલની વિરૂદ્ધ પંચાયત તેમજ મુખ્યમંત્રીમાં વાંધા અરજી કરેલી છે. તે અરજીઓ પાછી ખેંચી લેજે. નહિ તો તારે તારૂ ઘર છોડવું પડશે. તારા ઘરો સળગાવી નાંખીશ. અને તને પણ ગામ છોડાવી દઇશ. બાતમાં તેણે કોલર પકડીને મારવા ઘસી આવ્યો હતો. બાદમાં પરિજન અને અન્યએ આવીને માર મારતા બચાવે છે.

ગૌ હત્યાના બનાવનો મુખ્ય આરોપી

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યાકુબ અલી જમીદાર વર્ષ 2013 માં સાંસરોદ ગામે બકરી ઇદના દિવસે ગૌ હત્યાના બનાવનો મુખ્ય આરોપી છે. અને માથાભારે ઇસમ છે. આખરે સમગ્ર મામલે યાકુબ અલી જમીદાર (રહેય તુટલાવાળું ફળિયું, સાંસરોદ, કરજણ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાડોશીની બર્બરતા, સાસુની નજર સામે જમાઇએ દમ તોડ્યો

Tags :
Advertisement

.