Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સરકારી કામમાં રૂકાવટ ઉભી કરી ખનીજ માફીયાઓ ધાર્યુ કરી ગયા

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) ની હદમાં તાજેતરમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. દરમિયાન સરકારી અધિકારીઓની નજર સામે ગેરકાયદેસર ખનીજ ખનનમાં વપરાતા મશીનો અને નાવડીઓ સામે...
vadodara   સરકારી કામમાં રૂકાવટ ઉભી કરી ખનીજ માફીયાઓ ધાર્યુ કરી ગયા

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) ની હદમાં તાજેતરમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. દરમિયાન સરકારી અધિકારીઓની નજર સામે ગેરકાયદેસર ખનીજ ખનનમાં વપરાતા મશીનો અને નાવડીઓ સામે પાર લઇ જવામાં ખનીજ માફીયાઓ સફળ રહ્યા હતા. આખરે આ મામલે કરજણ પોલીસ મથકમાં નોન કોગ્નીઝીબલ ગુનાની નોંધ કરવામાં આવી છે. જે બાદ મામલાની તપાસ નારેશ્વર આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સરકારી કામમાં રૂકાવટ ઉભી કરી

વડોદરા ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન પકડાયું છે. છતાં ખનન માફીયાઓ પર કોઇ રોક લાગી નથી, ઉલટાનું તેમની હિંમત વધી હોય તેવો કિસ્સો સામે આવવા પામ્યો છે. તાજેતરમાં બકાપુરા ગામની સીમમાં નર્મદા નદીના પટમાં હિતેશકુમાર જયંતિભાઇ પટેલ તથા તેમના કર્મચારીઓ સરકારી ફરજ બજાવતા હતા. દરમિયાન રેતી ખાણકામ કરાવનાર અંકિત સાલબપરા, જયદત્તસિંહ હિતેન્દ્રસિંહ રાજ (રહે. કરજણ, વડોદરા) અને યોગેશ માલાણી (રહે. અંકલેશ્વર, ભરૂચ) અને તેમની સાથે આવેલા ઇસમો દ્વારા ખાણ અને ખનીજ વિભાગના સરકારી કામમાં રૂકાવટ ઉભી કરી હતી.

નોન કોગ્નીઝીબલ ગુનાની નોંધ કરાઇ

એટલું જ નહી તેઓ ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાતા એક્સેવેટર મશીન - 6, બર્જ નાવડી - 8 અને યાંત્રીક નાવડી - 8 સામે કાંઠે ભગાડીને લઇ ગયા હતા. આમ, સરકારી અધિકારીઓની નજર સામે ખનીજ માફીયાઓ પોતાનું ધાર્યુ કરાવી ગયા હતા. આ ઘટના 17, જુલાઇની છે. જે અંગે કરજણ પોલીસ મથકમાં નોન કોગ્નીઝીબલ ગુનાની નોંધ તાજેતરમાં કરવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલાની તપાસ નારેશ્વર આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ લાલભા છનુભાને સોંપવામાં આવી છે. હવે આ મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- Dahod : ઘરમાં ચોર આવ્યાનો માલિકે કર્યો ફોન તો પોલીસકર્મીએ આપ્યો ઉદ્ધતાઈભર્યો જવાબ, થઈ મોટી કાર્યવાહી

Advertisement
Tags :
Advertisement

.