Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કાળી ચૌદસે કાળકા માતાના મંદિરે લીંબુ સાથે રાશિફળ ચઢાવી શકાશે

VADODARA : દર વર્ષે લીંબુ સાથે રાશિફળ ચઢાવી શકાતું નથી, તે નક્ષત્રને આધીન હોય છે, પાંચ વર્ષ બાદ યોગ સર્જાતા આ વર્ષે બંને માતાજીને અર્પણ કરી શકાશે
vadodara   કાળી ચૌદસે કાળકા માતાના મંદિરે લીંબુ સાથે રાશિફળ ચઢાવી શકાશે

VADODARA : વડોદરા (VADODARA) શહેરના માંડવી વિસ્તારમાં વિઠ્ઠલ મંદિર નજીક આવેલા પૌરાણિક કાળકા માતાના મંદિર ખાતે આવતીકાલે કાળી ચૌદસ (KALI CHAUDAS - 2024) ના રોજ લીંબુનો હાર ચઢાવવાનો મહિમા છે. આજે કાળી ચૌદસ નિમિત્તે આ વખતે સારું નક્ષત્ર આવતું હોવાથી આ વર્ષે અહીં લીંબુ સાથે ભક્તો રાશિફળ ચઢાવી શકાશે, તેમ મંદિરના મહંત હેમંત જાનીએ જણાવ્યું હતું. લીંબુ સાથે રાશી ફળ ચઢાવવાથી ફળ અને લાભ સવિશેષ અને વધારે મળે છે. દર વર્ષે લીંબુ સાથે રાશિફળ ચઢાવી શકાતું નથી, તે નક્ષત્રને આધીન હોય છે. આ વર્ષે સારું નક્ષત્ર હોવાથી લીંબુ સાથે રાશિફળ ચઢાવવાનો લાભ માઈ ભક્તોને મળી શકશે. હેમંત મહારાજે એમ પણ જણાવ્યું કે, દર વર્ષે સમગ્ર દિવસ દરમિયાન સવારથી મોડી રાત સુધી લીંબુ ચઢાવી શકાતા હોય છે પરંતુ આ વર્ષે નક્ષત્રને ધ્યાનમાં રાખીને સવારે 7:30થી રાત્રિના 8:45 કલાક સુધી જ લીંબુ ચઢાવી શકાશે.

Advertisement

સવારથી જ માંઇ ભક્તો કતારમાં લાગ્યા

આજે કાળી ચૌદસ નિમિત્તે સવારથી જ માંઇ ભક્તો માં કાળકાના દર્શન કરવા તથા તેમને લીંબુ તથા રાશિફળ અર્પણ કરીને આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે કતારોમાં લાગ્યા છે. સાંજ સુધીમાં 30 ટનથી વધુ લીંબુ માતાજીને અર્પણ થાય તેવો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. લીંબુ સાથે રાશીફળ માતાજીને અપ્રણ કરી શકાય તેવો યોગ પાંચ વર્ષ બાદ આવ્યો હોવાનું મંદિરના મહંતનું કહેવું છે.

કઈ રાશિના જાતકે કયું રાશિફળ ચઢાવવું ?

  1. મેષ / વૃષિક :- સોપારી
  2. વૃષભ / તુલા :- એલચી / બાસમતી ચોખા
  3. મિથુન / કન્યા :- નારંગી
  4. કર્ક :- શેરડીનો ટુકડો
  5. સિંહ :- લીલી દ્રાક્ષ
  6. ધન / મીન :- જામફળ
  7. કુંભ / મકર :- ખારેક
  8. રાહુ માટે નારિયેળ અને કેતુ માટે કાજુ (આખા) ચઢાવી શકાશે

આ પણ વાંચો --  Gandhinagar : દેશનું એક માત્ર હનુમાન મંદિર, જ્યાં રાત્રે થાય છે આરતી

Advertisement

Tags :
Advertisement

.