Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વરસતા વરસાદમાં સાંસદ જાંબુઆ બ્રિજની મુલાકાતે પહોંચ્યા

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા નેશનલ હાઇ-વે (NATIONAL HIGHWAY) પરનો જાંબુઆ બ્રિજ (JAMBUVA BRIDGE) લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. આ બ્રિજ સાંકડો હોવાથી તથા તેના પરનો રસ્તો ખરાબ હોવાથી વાહનની ગતિ ધીમી પડી જાય છે. જેના કારણે હાઇવે...
vadodara   વરસતા વરસાદમાં સાંસદ જાંબુઆ બ્રિજની મુલાકાતે પહોંચ્યા

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા નેશનલ હાઇ-વે (NATIONAL HIGHWAY) પરનો જાંબુઆ બ્રિજ (JAMBUVA BRIDGE) લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. આ બ્રિજ સાંકડો હોવાથી તથા તેના પરનો રસ્તો ખરાબ હોવાથી વાહનની ગતિ ધીમી પડી જાય છે. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો જામી જાય છે. ત્યારે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી વરસતા વરસાદમાં હાઇ-વે ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને સ્થળ પર પહોંચ્યા હતા. અને લોકોને પડતી અગવડો સત્વરે દુર કરવા માટે મહત્વના સુચનો કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ સુચનોનું અમલ કેટલા સમયમાં થાય છે તે જોવું રહ્યું.

Advertisement

ખુબ સાવચેતી પૂર્વક પસાર થવું પડે

સુરતથી આવતા વડોદરા શહેરમાં પ્રવેશ પહેલા જાંબુઆ બ્રિજ આવે છે. હાઇ-વેના રસ્તાની સરખામણીએ આ બ્રિજની સાઇઝ નાની છે. જેથી બોટલનેક જેવી સ્થિતીનું સર્જન થાય છે. તાજેતરમાં ચોમાસાની રૂતુમાં આ જાંબુઆ બ્રિજ પર નાના-મોટા ખાડા પડતા અહિંયાથી પસાર થતા વાહનોની ગતિ અત્યંત ધીરી થઇ જાય છે. અને ખુબ સાવચેતી પૂર્વક પસાર થવું પડે તેમ છે. જેના કારણે પાછળ વાહનોની લાંબી કતારો જામે છે. આ સમસ્યા લાંબા સમયથી જારી રહેતા તાજેતરમાં સ્થાનિકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

Advertisement

લોકોની સમસ્યા હલ કરવાની દિશામાં જરૂરી સુચનો કર્યા

સ્થાનિકોનો અવાજ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી સુધી પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ડો. હેમાંગ જોષી દ્વારા હાઇ-વે ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને જાંબુઆ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. વરસતા વરસાદમાં સાંસદ દ્વારા બ્રિજની સ્થળ મુલાકાત લઇને હાઇવે ઓથોરીટીના અધિકારીઓને લોકોની સમસ્યા હલ કરવાની દિશામાં જરૂરી સુચનો કર્યા હતા. વરસતા વરસાદમાં સાંસદ અને હાઇવે ઓથોરીટીના અધિકારીઓ નિરીક્ષણ કરતા હોય તેવી તસ્વીરો પણ સપાટી પર આવવા પામી હતી.

કેટલા સમયમાં લોકોની સમસ્યા દુર કરે છે તે જોવું રહ્યું

હવે લોકોની સમસ્યા જાણી તેનો ઉકેલ લાવવાની દિશામાં સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા એક ડગલું માંડવામાં આવ્યું છે. આ બાદ હાઇવે ઓથોરીટી કેટલા સમયમાં લોકોની સમસ્યા દુર કરે છે તે જોવું રહ્યું. ત્યાં સુધી જાંબુઆ બ્રિજ પરથી પસાર થતા લોકોએ મુશ્કેલી વેઠવી પડશે, તે નક્કી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાયું, કાંઠા વિસ્તારમાં એલર્ટ

Tags :
Advertisement

.