Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : IT સેક્ટરમાં રૂ. 7 હજાર કરોડનું રોકાણ આવશે, 250 ફ્લેટ નિર્માણાધીન

વડોદરાની કુલ વસ્તીના ૪૦ ટકા લોકોને આયુષ્યમાન યોજના હેઠળ આરોગ્ય કવચ વડોદરાની નવી નગરચનાઓમાં ૧૫૦૦ હેક્ટર જમીન આઇટી સેક્ટરના વિકાસ માટે રાખવામાં આવી એલએન્ડટી પાછળ આઇટી પાર્કના નિર્માણનું કાર્ય શરૂ, ૨૨૦૦ કર્મચારીઓ માટેની ઓફિસ અને ૨૫૦ ફ્લેટનું થતું નિર્માણ...
vadodara   it સેક્ટરમાં રૂ  7 હજાર કરોડનું રોકાણ આવશે  250 ફ્લેટ નિર્માણાધીન
  1. વડોદરાની કુલ વસ્તીના ૪૦ ટકા લોકોને આયુષ્યમાન યોજના હેઠળ આરોગ્ય કવચ
  2. વડોદરાની નવી નગરચનાઓમાં ૧૫૦૦ હેક્ટર જમીન આઇટી સેક્ટરના વિકાસ માટે રાખવામાં આવી
  3. એલએન્ડટી પાછળ આઇટી પાર્કના નિર્માણનું કાર્ય શરૂ, ૨૨૦૦ કર્મચારીઓ માટેની ઓફિસ અને ૨૫૦ ફ્લેટનું થતું નિર્માણ

VADODARA : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI) ના સફળ અને સમક્ષ નેતૃત્વને ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસરના ઉપલક્ષ્યમાં રાજ્ય સરકાર દ્વારા મનાવવામાં આવી રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો વડોદરા
(VADODARA) માં યોજાઇ રહ્યા છે. ત્યારે, કલેક્ટર બિજલ શાહે (VADODARA COLLECTOR - BIJAL SHAH) જણાવ્યું છે કે, વડોદરામાં નાના મોટા ઉદ્યોગોના વિકાસની સાથે આઇટી સેક્ટરનો પણ વિકાસ થવા જઇ રહ્યો છે.

Advertisement

મધ્યમ કક્ષાના ૫૨૬ અને ૪૯૦૦ જેટલા નાના ઉદ્યોગો ધમધમી રહ્યા છે

છેલ્લા બે દાયકમાં વડોદરામાં થયેલા વિકાસકામોનો ઉલ્લેખ કરતા કલેક્ટર શાહે જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લામાં અનેક પ્રકારના નાના મોટા ઉદ્યોગો કાર્યરત થયા છે. મધ્યમ કક્ષાના ૫૨૬ અને ૪૯૦૦ જેટલા નાના ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ખાસ કરીને આઇટી સેક્ટરમાં પણ વડોદરાનો વિકાસ થવા જઇ રહ્યો છે. આ માટે વડોદરા શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા તેની નગરરચનામાં ૧૫૦૦ હેક્ટર જેટલી જમીન આઇટી લોડ તરીકે અનામત રાખી છે.

૩ લાખ ચોરસ ફૂટની ઓફિસનું નિર્માણ થઇ રહ્યું છે

આ ઉપરાંત વડોદરામાં એલએન્ડટી દ્વારા રૂ. ૭ હજાર કરોડના રોકાણથી આઇટી પાર્ક બની રહ્યો છે. જેનું કામ પણ શરૂ થઇ ગયું છે. હાલમાં જ્યાં એલએન્ડટી નોલેજ સિટી છે, તેની પાછળના વિસ્તારમાં આ આઇટી પાર્ક સ્થપાઇ રહ્યો છે. અહીં ૨૫૦ ફ્લેટની આવાસીય સુવિધા ધરાવતા ત્રણ રેસિડેન્સીયલ કોમ્પ્લેક્સ અને ૨૨૦૦ કર્મચારી બેસી શકે એવી ૩ લાખ ચોરસ ફૂટની ઓફિસનું નિર્માણ થઇ રહ્યું છે. આ પાર્ક ૧૦ હજાર જેટલી સીધી અને પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે.

Advertisement

૨૦૦૧માં જિલ્લામાં સાત સીએચસી હતા

વિકાસ સપ્તાહની જ વાત ચાલે છે ત્યારે, વડોદરા શહેરમાં હ્રદયરોગ માટેની આધુનિક હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે. ૨૦૦૧માં જિલ્લામાં સાત સીએચસી હતા, તેની સાથે આજે ૧૧ સીએચસી છે. જ્યારે, ૨૦૦૧માં ૧૬૫ પેટા આરોગ્ય કેન્દ્રોની સામે અત્યારે ૨૪૫ છે. છેલ્લા એક તબક્કામાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના નિર્માણમાં પણ સારી પ્રગતિ થઇ છે. અત્યારે ૧૨૭ આવા કેન્દ્રો છે.

જિલ્લામાં ૧૦.૫૨ લાખ કાર્ડ આપવામાં આવ્યા

મહત્વની વાત તો એ છે કે, વડોદરાની કુલ વસ્તી સામે ૪૦ ટકા જેટલા વ્યક્તિને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવી છે. ગત વિધાનસભામાં નોંધાયેલા ૨૬.૫૨ લાખ મતદારોને સાપેક્ષે રાખી ગણતરી કરવામાં આવે તો અત્યારે જિલ્લામાં ૧૦.૫૨ લાખ કાર્ડ આપવામાં આવ્યા છે. જે કુલ વ્યક્તિની સાપેક્ષે ૪૦ ટકા જેટલું પ્રમાણ થવા જાય છે. જિલ્લામાં એક્સપ્રેસ હાઇવે, દિલ્હી મુંબઇ કોરિડોર, બૂલેટ ટ્રેન જેવા મહત્વના પ્રોજેક્ટનો લાભ પણ મળ્યો હોવાનું કલેક્ટરએ વિકાસ સપ્તાહના એક વાર્તાલાપમાં જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કર્ણાટકથી અપહ્યત સગીરાને મુક્ત કરાવતી પોલીસ, આરોપી ઝબ્બે

Tags :
Advertisement

.