Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ઓફીસમાં AC ફાટતા 6 કર્મીઓ ઇજાગ્રસ્ત, પોલીસ દોડી ગઇ

VADODARA : વડોદરા (VADODARA) ના મલ્હાર પોઇન્ટ વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષના ત્રીજા માળે શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સની ઓફીસમાં આજે સવારે એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓફીસના 6 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની...
vadodara   ઓફીસમાં ac ફાટતા 6 કર્મીઓ ઇજાગ્રસ્ત  પોલીસ દોડી ગઇ

VADODARA : વડોદરા (VADODARA) ના મલ્હાર પોઇન્ટ વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષના ત્રીજા માળે શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સની ઓફીસમાં આજે સવારે એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓફીસના 6 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ડીસીપી અભય સોની સહિત પોલીસ અને ફાયરનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો છે. મામલાની ઝીણવટભરી તપાસ અર્થે એફએસએલની ટીમોને પણ બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

વડોદરાના મલ્હાર પોઇન્ટ પાસે આવેલા ચિત્રાક્ષ કોમ્પલેક્ષમાં શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સની ઓફીસ આવેલી છે. આજે સવારે આ ઓફીસમાં કર્ચમારીઓ કામ કરી રહ્યા હતા. દરમિયાન એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. એસીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા જ ઓફીસના કાચ તુટીને ભુક્કો થઇ ગયા હતા. આ ઘટનામાં ઓફીસમાં કામ કરતા 6 કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. તમામને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર તથા પોલીસના અધિકારીઓ દોડી આવ્યા છે. અને હાલ આ મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

એફએસએલ તપાસમાં જોડાશે

ઘટનાને પગલે સવાર-સવારમાં કોમ્પલેક્ષમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ થતા જ ઓફીસ અને તેની બહારના કાચ તુટી ગયા હતા. જેના પરથી બ્લાસ્ટની તિવ્રતાનો અંદાજો લગાડી શકાય છે. આ મામલે એફએસએલને પણ તપાસમાં જોડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

2 કર્મીઓને વધારે અસરગ્રસ્ત

DCP અભય સોની જણાવે છે કે,જનરલ ઇન્શ્યોરન્સની ત્રીજા માળે ઓફીસ આવેલી છે. ત્યાં એસી ફાટવાની ઘટના બની છે. એસી ફાટતા ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. એસી ફાટતા આગ લાગી હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. 6 કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 લોકો વધારે દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે. એફએસએલની ટીમે વધુ તપાસ માટે બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : ઘરે આવતા ગેસના બોટલનું વજન ખાસ તપાસજો ! અડધો ડઝન કૌભાંડિયા ઝડપાયા

Tags :
Advertisement

.