Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગૃહમંત્રીના નેતૃત્વમાં તિરંગા યાત્રા સંપન્ન, કહ્યું "દેશભક્તિના રંગે રંગાયુ વડોદરા"

VADODARA : આજે વડોદરા (VADODARA) માં રાજ્યના ગૃહમંત્રી (HOME MINISTER OF GUJARAT) હર્ષ સંઘવી (HARSH SANGHAVI) ના નેતૃત્વમાં આન બાન શાન સાથે તિરંગા યાત્રા નિકળી હતી. તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નિકળીને ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી હતી. ગાંધી નગર ગૃહ ખાતેની...
vadodara   ગૃહમંત્રીના નેતૃત્વમાં તિરંગા યાત્રા સંપન્ન  કહ્યું  દેશભક્તિના રંગે રંગાયુ વડોદરા

VADODARA : આજે વડોદરા (VADODARA) માં રાજ્યના ગૃહમંત્રી (HOME MINISTER OF GUJARAT) હર્ષ સંઘવી (HARSH SANGHAVI) ના નેતૃત્વમાં આન બાન શાન સાથે તિરંગા યાત્રા નિકળી હતી. તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નિકળીને ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી હતી. ગાંધી નગર ગૃહ ખાતેની ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી બાદ યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. વડોદરામાં હજારોની સંખ્યામાં જનમેદનીને જોઇને ગૃમંત્રીએ કહ્યું કે, આખુ શહેર ચારેય દિશામાં તમામે મળીને ભારત માતાની જયનો નારો લગાવ્યો હતો. તિરંગા ચારે તરફ લહેરાઇ રહ્યા હતા. દેશભક્તિના રંગમાં જાણે આખું વડોદરા રંગાઇ ચુક્યું છે.

Advertisement

હજારોની જનમેદની જોડાઇ

વડોદરામાં આયોજિત તિરંગા યાત્રાના અંતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા જોડે વાત કરતા જણાવ્યું કે, દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી દેશના કરોડો દેશવાસીઓ સાથે મળીને હરઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હમણાં સુધીના બધા જ રેકોર્ડ ગુજરાતની જનતા સાથે મળીને તોડતી જાય છે. બે દિવસ અગાઉ રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં આજસુધી રાજકોટની સૌથી મોટી તિરંગા યાત્રામાં હજારોની જનમેદની જોડાઇ હતી. ખુબ મોટી સંખ્યા યાત્રાને નિહાળા માટે અને દેશના શહીદોને નમન કરવા માટે રાજકોટના રસ્તાઓ પર ઉતરી ગઇ.

Advertisement

તમામ નાગરીકોનો હું આભાર માનું છું

તેમણે જણાવ્યું કે, ગઇ કાલે સુરતમાં સૌથી મોટી તિરંગા યાત્રા કાઢવાનો શ્રેય ગુજરાતના લોકોને જાય છે. આજે વડોદરામાં સૌથી મોટી તિરંગા યાત્રા યોજાઇ હતી. આખુ શહેર ચારેય દિશામાં તમામે મળીને ભારત માતાની જયનો નારો લગાવ્યો હતો. તિરંગા ચારે તરફ લહેરાઇ રહ્યા હતા. દેશભક્તિના રંગમાં જાણે આખું વડોદરા રંગાઇ ચુક્યું છે. રાજ્યમાં કચ્છના સરહદી ગામો કે પછી ડાંગના આદિવાસી વિસ્તારો, નાના ગામોમાં 5 - 25 લોકો તો ક્યાંક હજારોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં સાથે મળીને એક જ અવાજ ભારત માતા કી જય, દેશની ઉન્નતી માટે દેશભક્તિના રંગમાં રંગાયેલા તમામ નાગરીકોનો હું આભાર માનું છું. અને ખાસ કરીને વડોદરાના શહેરીજનોનો આભાર માનું છું.

કુદરત પણ તેમના પર મહેરબાન હોય

વધુમાં તેમણે ઉમેર્યું કે, તમે કલ્પના કરો કે ભારે વરસાદ, અને જ્યારે લોકો દેશભક્તિના રંગમાં રંગાવવા માટે આતુર હોય. તો વરસાદ પણ અમુક કલાક માટે રોકાઇ જાય તે વડોદરાના શહેરીજનોની તાકાત છે. તિરંગા યાત્રામાં તમામ જગ્યાએ આવી જ સ્થિતી સર્જાઇ હતી. ગુજરાતના લોકો મનથી વિચારે છે કે દેશ ભક્તિના રંગે રંગાવવું છે, ત્યારે કુદરત પણ તેમના પર મહેરબાન હોય છે. આ દ્રશ્યો તમે પણ સૌ લોકોએ જોડાયા છે. આ દેશભક્તિને રંગ જ એવો છે. તેમાં રંગાવવા માટે ટેમ્પો, બસ મુકવા ન પડે. નરેન્દ્રભાઇ મોદીએ આહ્વાન કરે ત્યારે દેશના લોકો આ રીતે જ જોડાતા હોય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનું નેતૃત્વ કર્યું, હજારોની જનમેદની જોડાઇ

Tags :
Advertisement

.