VADODARA : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનું નેતૃત્વ કર્યું, હજારોની જનમેદની જોડાઇ
VADODARA : રાજ્ય સરકારના ગૃહમંત્રી (HOME MINISTER OF GUARAT) તથા વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી (HARSH SANGHAVI) ની પ્રેરક ઉપસ્થિતીમાં વડોદરા (VADODARA) માં તિરંગા યાત્રા પ્રસ્થાન પામી છે. આ યાત્રામાં જ્યાં જુઓ ત્યાં તિરંગો જ નજરે પડી રહ્યો છે. સંસ્કારી નગરી આજે તિરંગામય બની છે, આ કહેવું સહેજ પણ ખોટું નથી. યાત્રા પ્રસ્થાન પામતા પહેલા સ્ટેજ પર ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય અગ્રણીઓ દ્વારા તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીનગર ગૃહ આવીને પૂર્ણ થશે
આ તકે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ તથા શહેર-જિલ્લાના તમામ ધારાસભ્યો, ચૂંટાયેલા કોર્પોરેટરો, શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં શહેરીજનો આ યાત્રામાં જોડાયા છે. તિરંગા યાત્રાનો રૂટ આ યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નિકળીને રાજમહેલ કિર્તિસ્થંભ સર્કલ, માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક, લાલ કોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા થઇ મહાત્મા ગાંધીનગર ગૃહ આવીને પૂર્ણ થશે. તિરંગા યાત્રાના સમગ્ર રૂટને તિરંગામય બનાવવાનો પ્રયત્ન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેની લોકો સરાહના કરી રહ્યા છે.
બાળકોથી લઇને વૃદ્ધો સુધી તમામ જોડાયા
તિરંગા યાત્રાના પ્રસ્થાન કરાવવા માટે તૈયાર કરવામાં આવેલા સ્ટેજના ડોમમાંથી સતત દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. સાથે જ દેશની આઝાદીમાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન છે, તેવા વીરોની વેશભૂષામાં તૈયાર થઇને આવેલા લોકો હરોળબદ્ધ રીતે સ્ટેજ પર જોવા મળ્યા હતા. એક તરફ દેશભક્તિના ગીતો, બીજી તરફ દેશના વીરોની વેશભૂષામાં તૈયાર થઇને આવેલા લોકો, અને સામેની તરફ તિરંગો હાથમાં લઇને હજારોની સંખ્યામાં ઉભેલા શહેરીજનોને લઇને સંસ્કારી નગરી તિરંગાના રંગમાં રંગાઇ હોય તેવુ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું હતું. તિરંગા યાત્રામાં બાળકોથી લઇને વૃદ્ધો સુધી તમામ ઉંમર વર્ગના લોકો જોડાયા હતા. અને તમામના ચહેરા પરથી દેશભક્તિ સ્પષ્ટ છલકાઇ રહી હતી.
હજારોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા લાખો લોકોને નિહાળ્યા
હર્ષ સંઘવીએ જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, ભારત માતા કી જય.......આ સંસ્કારી નગરી વડોદરાના યુવાનોનો અવાજ અમદાવાદ સુધી ન પહોંચે તેવો ફીકો ન ચાલે. મને તો એમ કે દિલ્હી અને ત્યાંથી લાહોર સુધી અવાજ ગુંજશે. તિરંયા યાત્રામાં આપણી વચ્ચે ઉપસ્થિત શહેર જિલ્લાના પ્રતિનિધિઓ, યુવાનો તમામને હું વંદન કરું છું. વડોદરા હાઇવે પરથી અંદર આવતા આવતા ગ્રાઉન્ડ સુધી જ્યાં જુઓ ત્યાં તિરંગો લહેરાઇ રહ્યો હતો. વડોદરાના અભિનંદન અને આભાર માનવા પડે. પીએમ મોદીજીએ દેશના વિર જવાનો, તેમના સાહસ તેમના બલિદાનો માટે, નાગરીકોને આવાહન કરવામાં આવ્યું. દેશના નાગરિકો ઘર ઘર તિરંગા લહેરાવશો. દેશના જવાનો દેશની સુરક્ષા કરતા હોય બધાને શહાદતોને આપણે સલામી આપતા આપણે તિરંગો લહેરાવીશું. બે વર્ષથી કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી ચારેયા દિશાઓમાં 8 - 15 ઓગસ્ટ સુધી તિરંગા લહેરાતા નજરે પડે છે. રાજકોટમાં વહેલી સવારે હજારોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા લાખો લોકોને નિહાળ્યા.
નાગરિક તરીકે આપણે સૌ લોકોએ સાથે મળીને દુષણો સામે લડવાનું છે
વધુમાં તેમણે સંબોધનમાં જણાવ્યું કે, વડોદરામાં તિરંગા યાત્રા નિહાળવા માટે બાળકોથી લઇને વૃદ્ધો તૈયાર છે. વડોદરાના આ દ્રશ્યો દેશના ખુણે ખુણે, ગામો અને નગરોમાં દેશભક્તિની પ્રેરણા પૂરી પાડે તેવા છે. અમદાવાદમાં લાખોની સંખ્યામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રેકોર્ડ બ્રેક મોટી યાત્રા નિકળશે. દરેક સરહદ પર જઇને લડી ન શકે, દરેક પોલીસમાં ફરજ બજાવી ન શકે. દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે સૌ લોકોએ સાથે મળીને દુષણો સામે લડવાનું છે. તમે તૈયાર છો .. આ દુષણથી મારા અને તમારા સૌ યુવાન મિત્રોને બચાવવા તમે તૈયાર છો...આ દેશના આઝાદીના લડવૈયાઓએ જે સ્વપ્ન જોયું તે સાકાર રથઇ રહ્યું છે. ડ્રગ્સ ફેશન સ્ટેટમેન્ટ બન્યું ત્યારે આપણે તેની સામે લડી રહ્યા છે. ગુજરાતમાં વિતેલા દિવસોમાં 850 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. આપણે શહેરના ખુણેખુણેથી ડ્રગ્સને સાફ કરવાનું છે. કોઇ પણ યુવાન મિત્ર દુષણમાં ફસાયો હોય તો પોલીસને માહિતી આપો, આપણે તેમને સુરક્ષિત કરવાના છે. આપણે સૌ સાથે મળીને જાત, વર્ગ બધાજ લોકો સાથે મળીને રાજ્યના વિકાસના પંથે લઇ જવા માટે સાથે આવવાનું છે. આપણે ટીમ ગુજરાત અને ટીમ ઇન્ડિયા તરીકે આગળ વધીશું. હું ટીમ વડોદરાને એક વખત શુભકામનાઓ પાઠવું છું.
આ પણ વાંચો -- VADODARA : પારૂલ યુનિ. ખાતે જિલ્લાકક્ષાનો 75મો ‘વન મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો