Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શહેરને પુન: ધબકતું કરવા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની મેરેથોન બેઠક

VADODARA : પૂરની સ્થિતીમાંથી વડોદરા (VADODARA) ના ત્વરિત બહાર કાઢવા માટે અને પુન ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT HARSH SANGHAVI) આજે વધુ એક વખત વડોદરા આવ્યા છે. તેમણે જિલ્લા કલેક્ટર...
vadodara   શહેરને પુન  ધબકતું કરવા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની મેરેથોન બેઠક

VADODARA : પૂરની સ્થિતીમાંથી વડોદરા (VADODARA) ના ત્વરિત બહાર કાઢવા માટે અને પુન ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT HARSH SANGHAVI) આજે વધુ એક વખત વડોદરા આવ્યા છે. તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તબક્કાવાર મીટિંગ યોજી છે. અને અલગ અલગ તબકાના લોકો-વ્યવસાયીઓના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં કામગીરી આગળ વધારી છે. સાથે જ તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. આમ, એક પછી એક મેરેથોન મીટિંગ યોજીને તેમણે શહેરમાં ચાલતા રાહતકાર્યોને વધુ વેગવંતા બનાવ્યા છે.

Advertisement

40 હજાર પ્રભાવીત લોકો સુધી પહોંચવામાં આવ્યા

રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંધવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આજે વડોદરા કલેક્ટર કચેરી માટે રાહતની કામગીરી માટે અધિકારીની નિમણુંક કરવામાં આવી છે તે તમામ, સાથે ચૂંટાયેલા પ્રતિનિધીઓ આ બધા જ જોડે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કેશડોલ્સ અને ઘરવખરી માટે સહાય આપવાની છે, તેની રીવ્યુ બેઠક રાખવામાં આવી હતી. પહેલા તબક્કામાં ઘરવખરી અને કેશડોલ્સની બેઠક હતી. તેમાં ખાસ કરીને વડોદરા પાલિકા વિસ્તારમાં આવતા 64, 360 પરિવારોને કેશડોલ્સ આપવામાં આવ્યા, જિલ્લામાં 20, 600 પરિવારોને કેશડોલ્સ આપવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 84 હજાર પરિવારોને કેશડોલ્સ ચુકવવામાં આવી છે. ઘરવખરી સહાયમાં 5,835 પરિવાર પાલિકામાં, જિલ્લામાં 3900 પરિવારોને આપવામાં આવી છે. 40 હજાર પ્રભાવીત લોકો સુધી પહોંચવામાં આવ્યા છે.

વિજળીની પુન સ્થાપના કરવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું

તેમણે જણાવ્યું કે, તમામને જણાવવામાં આવ્યું, કોઇ પણ પ્રકારની લોકોની માંગણી હોય, કંઇ રહી ગયું હોય, કોઇ પણ ફરિયાદ આવે તો તાત્કાલીક કલેક્ટર કચેરીમાં નોડલ ઓફીસરને જાણ કરો, અને તેમના દ્વારા ઘરવખરી અને કેશડોલ્સની સહાય આપવામાં આવશે, તેવી વ્સવસ્થા કરવામાં આવી છે. ખેતીના સરવેની કામગીરી આજે સવારથી ચાલુ થઇ છે. વિજળીની પુન સ્થાપના કરવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. જે કોઇ ફેક્ટરી અથવા કંપનીમાં હજી ફરિયાદ આવી હોય, ગામડા અથવા ખેતીની કોઇ ફરિયાદો આવી હોય તેને એકત્ર કરીને સાંજ સુધીમાં ત્રણ ટીમો બનાવીને તેનો ઝડપથી નિકાલ કરવામાં આવશે. મેડીકલ-પેરામેડીકલ, મોબાઇલ ટીમ, જિલ્લા ટીમ ઘર ઘર સરવે કરી રહી છે. 10 દિવસ સુધી તેમની કામગીરી ચાલુ રહેશે. વડોદરામાં સફાઇની કામગીરી ચાલુ છે. સોસાયટીમાંથી જે કોઇ ફરિયાદ, તથા અન્ય ફરિયાદો આવતી હોય તે પૂર્ણ કરવા માટે વધુ ટીમો મુકી શકાય અને આ જ સફાઇ હંમેશા માટે કેવી રીતે રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Advertisement

તમામનું ઝડપી પ્રોસેસ થાય તે માટે સુચના આપવામાં આવી

તેમણે વધુમાં જણાવ્યું કે, બીજા તબક્કામાં ઇન્શ્યોરન્સ કંપની જોડે બેઠક કરવામાં આવી હતી. કંપનીઓ દ્વારા માત્ર કાગળિયાઓના આધારે જ લોકોને ધક્કાઓ ના ખાવા પડે, અને માનવતાનો ધર્મ અદા કરીને વધુમાં વધુ લોકોને મદદ કેવી રીતે કરી શકાય તે માટે અમારી બેઠકમાં સુચના આપવામાં આવી હતી. તેમની ઓફીસોમાં શનિ-રવિ કામ ચાલુ રાખવામાં આવી હતી. સરકારી 4 ઇન્શ્યોરન્સ કંપનીમાં 850 જેટલા ક્લેઇમ આવ્યા છે. જ્યારે ખાનગી કંપનીઓમાં 600 જેટલા ક્લેઇમ અત્યાર સુધી આવ્યા છે. તમામનું ઝડપી પ્રોસેસ થાય તે માટે સુચના આપવામાં આવી છે. બધા જ સર્વેયર જોડે કંપનીની બેઠક છે. ત્યાર બાદ ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને સંગઠનના પ્રતિનિધીઓ અને વિવિધ સંગઠનના પ્રતિનિધીઓ હાજર રહેશે. જેમાં ઇન્શ્યોરન્સ સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. કોઇ પણ અનાજ બગડ્યું હોય અને સર્વેયર આવે ત્યાં સુધી રાહ ન જોવી પડે તે માટે વીડિયો ફોટો મંજુર કેવી રીતે થાય તેની સુચના આપવામાં આવી છે. સાંજની બેઠકમાં તમામ હાજર રહેશે.

ઇન્ડસ્ટ્રી કોરીડોર તથા અન્યના પ્રશ્નો, સુચનોને ખુલ્લામને સાંભળવામાં આવ્યા

તેમણે ઉમેર્યું કે, ત્રીજા તબક્કામાં ઇન્ડસ્ટ્રીઝ, અનાજની દુકાનો તથા અન્ય મળીને 20 જેટલા એસોસિયેશન જોડે મીટિંગ થઇ છે. ઇન્ડસ્ટ્રી કોરીડોર તથા અન્યના પ્રશ્નો, સુચનોને ખુલ્લા મને સાંભળવામાં આવ્યા છે. વડોદરાને વધુ ઝડપથી ધબકતું રાખવા માટે ચૂંટાયેલા પ્રતિનિધીઓ સાથે મળીને બેઠક મળી હતી. તેમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

Advertisement

ઇન્શ્યોરન્સ કંપનીના ઝોનલ ઇન્ચાર્જ સાથે બેઠક

તેમણે આખરમાં ઉમેર્યું કે, વિશ્વામિત્રી રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કેવી રીતે અમલમાં મુકી શકાય તે માટે કાલે મુખ્ય પ્રતિનિધીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. તેમનું પ્રેઝન્ટેશન થશે, તે અંગે ચર્ચા કરવાના છે. તે સિવાયની અન્ય માંગણીઓને લઇને તેઓ ગાંધીનગર આવશે. આજે સાંજે હું ઇન્શ્યોરન્સ કંપનીના ઝોનલ ઇન્ચાર્જ સાથે હું બેઠક કરવાનો છું. ત્યાર બાદ હું ફરી એક વખત વડોદરા આવીશ, અને રીવ્યુ કરીશ. તે વખતે શહેરના નાગરિકોએ પોતાની વાત રજુ કરવી હશે, તે માટે સમય આપવામાં આવશે. આવી ઘટના થાય તો પહેલા રેસ્ક્યૂ, પછી રિસ્ટોરેશન, અને પછી તેમની તકલીફોનો નિકાલ થાય છે. આજે તેમની તકલીફોનો નિકાલ સુધીની બેઠક થઇ છે. આવનાર સમયમાં લોકોએ ખુલ્લા મને જે કંઇ કહેવું હશે તેની માટે અમે ઉપલબ્ધ રહીશું.

આ પણ વાંચો -- VADODARA : વરસાદની આગાહીને પગલે આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ કરાયા

Tags :
Advertisement

.