VADODARA : ઐતિહાસિક લાલકોર્ટને મ્યુઝિયમ તરીકે વિકસાવાશે, પાલિકામાં દરખાસ્ત
VADODARA : વડોદરા (VADODARA) ની ઐતિહાસીક ઇમારતો પૈકી એક એવી લાલ કોર્ટ બિલ્ડીંગ (LAL COURT - VADODARA) ને મ્યુઝિયમ તરીકે વિકસાવવાની તક ઉજળી બની છે. તાજેતરમાં વડોદરા પાલિકામાં આ અંગે રૂ. 33 કરોડના ખર્ચે કામને મંજુરી આપવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. વડોદરાની ઐતિહાસીક ઓળખ પાછી લાવવા માટે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લા શરૂઆતથી જ મહેનત કરી રહ્યા છે. જે હવે ધીરે ધીરે રંગ લાવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
દંડકની ઝુંબેશ રંગ લાવી
વડોદરા શહેરની કલાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ, જ્યુબીલી બાગ, પદ્માવતિ શોપીંગ સેન્ટર, ન્યાય મંદિર બિલ્ડીંગ અને લાલ કોર્ટ સહિતના વિસ્તારના હેરિટેજ સ્કવેર તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું બીડું રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લા દ્વારા ઝડપવામાં આવ્યું છે. તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ વેગ પકડી રહી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાની ઐતિસાહીક ઇમારત લાલા કોર્ટ બિલ્ડીંગને રૂ. 33 કરોડના ખર્ચે વિકસાવવા માટેની દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિમાં મુકવામાં આવી છે.
પાલિકા કમિશનર સમક્ષ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું
લાલ કોર્ટ બિલ્ડીંગને મજબુત કરવા, તેમાં દાદર-લિફ્ટની સુવિધા તૈયાર કરવા, થીમ આધારિત કેફે, મ્યુઝિયમ કમ એક્ઝીબીશન સેન્ટર ડેવલપ કરવા તથા વડોદરાના વૈભવી વારસાની ઝલક આપવા માટેની વ્યવસ્થા કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે. આ અંગે અગાઉ પાલિકા કમિશનર સમક્ષ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ માહિતી વિગતવાર મુકવામાં આવી હતી.
રૂ. 33.02 કરોડમાં આ કામને મંજુરી માટે મુકવામાં આવ્યું
ઉપરોક્ત કામ માટે વામા કોમ્યુનિકેશન દ્વારા રૂ. 33.79 કરોડમાં કામ માટે બીડ ભરવામાં આવી હતી. બાદમાં તેમને ભાવ ઘટાડવા માટે જણાવતા આખરે રૂ. 33.02 કરોડમાં આ કામને મંજુરી માટે મુકવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : હાથીખાના હોલસેલ માર્કેટમાંથી બે બાળ શ્રમિકો મુક્ત કરાવાયા