Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : IPL ની હરાજી માટે ખેલાડીઓના રજીસ્ટ્રેશનમાં વડોદરા મોખરે

VADODARA : સુત્રેએ ઉમેર્યું કે, બીસીએ દ્વારા સમયસર મેચોનું આયોજન કરવાના કારણે ખેલાડીઓને સારૂ પ્રદર્શન કરવાની તક મળી હતી
vadodara   ipl ની હરાજી માટે ખેલાડીઓના રજીસ્ટ્રેશનમાં વડોદરા મોખરે

VADODARA : દેશભરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ મેચનો ફીવર જામે છે. આ વખતે સમગ્ર રાજ્યમાં આઈપીએલ ની હરાજી માટે ખેલાડીઓના રજીસ્ટ્રેશનમાં વડોદરામાં સૌથી વધુ નામો નોંધાયા છે. આગામી 24-25 નવેમ્બરના રોજ ખેલાડીઓની હરાજી સાઉદી અરેબીયાના રિયાધમાં કરવામાં આવનાર છે. વડોદરામાં રજીસ્ટર્ડ થયેલા ખેલાડીઓ અન્ય કોઇ પણ ક્રિકેટ એસો. કરતચા વધારે હોવાનું સુત્રોએ જણાવ્યું છે. હવે આ પૈકી કેટલાને આઇપીએલ રમવામાં નસીબ ચમકે છે તે જોવું રહ્યું.

Advertisement

24-25 નવેમ્બરના રોજ આઇપીએલ માટે ખેલાડીઓની હરાજી

ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં રમવા માટે ગુજરાત ક્રિકેટ એસો. અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા 45 - 45 ખેલાડીઓના નામો રજીસ્ટર્ડ કરવામાં આવ્યા છે. આ તમામ વચ્ચે બરોડા ક્રિકેટ એસો. 51 ખેલાડીઓના નામોની નોંધણી સાથે મોખરે છે. ત્યારે આગામી 24-25 નવેમ્બરના રોજ આઇપીએલ માટે ખેલાડીઓની હરાજી યોજાનાર છે. જેને લઇને ક્રિકેટ એસો. અને ખેલાડીઓ બંને ઉત્સાહીત નજરે પડી રહ્યા છે.

કૃણાલ પંડ્યાની બેઝ પ્રાઇઝ રૂ. 2 કરોડ

બરોડા ક્રિકેટ એસો.ના સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના ખેલાડીઓની બેઝ પ્રાઇઝ રૂ. 30 લાખ રાખવામાં આવી છે. જ્યારે વડોદરાના ક્રિકેટર કૃણાલ પંડ્યાની બેઝ પ્રાઇઝ રૂ. 2 કરોડ છે. સુત્રેએ ઉમેર્યું કે, બીસીએ દ્વારા સમયસર મેચોનું આયોજન કરવાના કારણે ખેલાડીઓને સારૂ પ્રદર્શન કરવાની તક મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ ખેલાડીઓની નોંધણી પૈકી કેટલા આઇપીએલ મેચ રમવા માટે સિલેક્ટ થાય છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Advertisement

વડોદરાના ખેલાડીઓના નામોની સંભવિત યાદી

  1. ભાર્ગવ ભટ્ટ
  2. સારંગ ભટ્ટ
  3. વૈભવ બ્રહ્મભટ્ટ
  4. જતીન ચૌધરી
  5. આર્યન ચાવડા
  6. જય ચાવડા
  7. ઉત્સવરાજ ચુડાસમા
  8. આશુતોષ દાસ
  9. ચિંતલ ગાંધી
  10. રાજવીરસિંહ યાદવ
  11. રિષિકેશ જાધવ
  12. રચેશ કેસુર
  13. પાર્થ કોહલી
  14. રાજ લિંબાણી
  15. લુક્માન મેરિવાલા
  16. પ્રિયાંશુ મોલિયા
  17. હિતાંશુ ઓડ
  18. આર્ય પગાર
  19. સુક્રિત પાંડે
  20. કૃણાલ પંડ્યા
  21. ભાનુ પાનિયા
  22. અમિસ પાસી
  23. ધ્રુવ પટેલ
  24. મિતેશ પટેલ
  25. રાજકુમાર પટેલ
  26. ભવિષ્ય પટેલ
  27. નિસર્ગ પટેલ
  28. દીપ પટેલ
  29. કીનિત પટેલ
  30. ધ્રુવ પટેલ
  31. બાબા સફી પઠાણ
  32. પરિક્ષીત પાટીદાર
  33. હેનીલ પટેલ
  34. શિવેન્દ્ર રાજશિર્કે
  35. નિનાદ રાઠવા
  36. શાશ્વત રાવત
  37. ઇરફાન શેખ
  38. શિવાલીક શર્મા
  39. હર્ષ શાંડિલ્ય
  40. શિવાંગ સાને
  41. અતિત શેઠ
  42. આકાશ સિંગ
  43. જ્યોત્સનીલ સિંગ
  44. વિષ્ણુ સોલંકી
  45. સૌરીન ઠાકર
  46. લક્ષિત ટોકસિયા
  47. કરણ ઉમટ
  48. વિશાલ યાદવ

આ પણ વાંચો -- IPL 2025 ઓક્શનની તારીખની થઈ જાહેરાત, આ જગ્યા પર ખેલાડીઓની લાગશે બોલી

Advertisement
Tags :
Advertisement

.