Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ચોમાસામાં પ્રથમ વખત વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઇ

VADODARA : વડોદરા (VADODARA) માં આજે મેઘમહેરબાની જોવા મળી રહી છે. ત્યારે ચોમાસા (GUJARAT MONSOON) માં પ્રથમ વખત જળાશયોમાં નવા નીર આવતા જળ સપાટી વધી છે. આજે બપોરે 1વાગ્યાની સરખામણીએ વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) નું સ્તર 8.5 ફૂટ પહોંચ્યું છે....
vadodara   ચોમાસામાં પ્રથમ વખત વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઇ

VADODARA : વડોદરા (VADODARA) માં આજે મેઘમહેરબાની જોવા મળી રહી છે. ત્યારે ચોમાસા (GUJARAT MONSOON) માં પ્રથમ વખત જળાશયોમાં નવા નીર આવતા જળ સપાટી વધી છે. આજે બપોરે 1વાગ્યાની સરખામણીએ વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) નું સ્તર 8.5 ફૂટ પહોંચ્યું છે. જ્યારે આજવા સરોવર (AJWA SAROVAR) ની સપારી 208.30 ફૂટ નોંધવામાં આવી છે. વરસાદ (RAIN IN VADODARA) ની સ્થિતીને જોતા આવનાર સમયમાં આ જળસ્તર ઉંચુ જશે તે નક્કી છે. પાલિકા તંત્ર દ્વારા જળસ્તર પર બાજ નજર રાખવા માટે વોટર સેન્સર મુકવામાં આવ્યા છે. જે રીયલ ટાઇમ અપડેટ આપતું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

જળસ્તર પર તંત્રની બાજ નજર

વડોદરામાં આજ સવારથી જ અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પહેલા વરસાદમાં જ શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. તો બીજી તરફ અલકાપુરી ગરનાળુ બંધ કરવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. દરમિયાન જળાશયોમાં નવા નીર આવતા વિશ્વામિત્રી નદી ચોમાસામાં પ્રથણ વખત બે કાંઠે વહી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. વરસાદને પગલે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરનું જળસ્તર વધી રહ્યું છે. તંત્ર દ્વારા બંને જળાશયોના જળસ્તર પર તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ

સુત્રોના જણાવ્યા અનુસાર, આજે બપોરે 1 વાગ્યે આજવા સરોવરની સપાટી 208.30 ફૂટ, વિશ્વામિત્રી નદીની સપાટી 8.5 ફૂટ નોંધવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં સવારે 9 વાગ્યાથી લઇને 1 વાગ્યા સુધી 8.5 ફૂટનો જળસ્તરનો વધારો નોંધવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે.

Advertisement

આ પણ વાંચો -- RAJKOT : ભાદર 2 ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા, હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના

Advertisement
Tags :
Advertisement

.