Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : મોડે મોડે મેઘરાજા મહેરબાન, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

VADODARA : વડોદરા (VADODARA) માં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન (HEAVY RAIN) થયા છે. સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના સિટી વિસ્તારમાં પાણી ભરાઇ જવાની ઘટના પણ સામે આવી છે. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ઘુંટણ...
10:43 AM Jul 24, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન (HEAVY RAIN) થયા છે. સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના સિટી વિસ્તારમાં પાણી ભરાઇ જવાની ઘટના પણ સામે આવી છે. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ઘુંટણ સમા પાણી હોવાના કારણે ટુ વ્હીલર બંધ પડી જવા પામ્યા છે. લોકોએ પાણીમાં વાહન ખેંચીને બહાર નિકળવું પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ગતિએ વરસાદ પડશે તો અલકાપુરી ગરનાળુ બંધ કરવાની શક્યતાઓ હાલ તબક્કે નકારી શકાય તેમ નથી.

મેઘરાજાએ જોરદાર બેટીંગ શરૂ કરી

વડોદરાવાસીઓ આતુરતાથી વરસાદની વાટ જોઇ રહ્યા હતા. અનેક જિલ્લાઓમાં મેઘમહેર બાદ મેઘરાજા વડોદરા પર મહેરબાન થયા છે. આજે સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટીંગ શરૂ કરી છે. જેના કારણે શહેરીજનોને લાંબા સમયના બફારા અને ગરમીથી રાહત મળી છે. સાથે જ વરસાદ વરસતા નદી-સરોવરમાં નવા નીર આવ્યા છે. તો બીજી તરફ વરસાદના કારણે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીનો પોલ ખુલી જવા પામી છે.

પાણીમાં વાહનો બંધ પડી ગયા

શહેરના દાંડિયાબજાર, સયાજીગંજ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. દાંડિયા બજારમાં રસ્તા પર તો ઘુંટણસમા પાણી ભરાયા હોવાનું જોવા મળી રહ્યું છે. જેમાંથી પસાર થતા વાહનો બંધ પડી જતા લોકોએ દોરીને બહાર આવવું પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ગતિથી વરસાદ વરસતો રહેશે તો શહેરનું અલકાપુરી ગરનાળુ બંધ કરવું પડે તેવી સ્થિતી આ તબક્કે નકારી શકાય તેમ નથી. વહેલી સવારથી સતત વરસતા વરસાદે લોકોમાં ટાઢક પ્રસરાવી છે.

આ પણ વાંચો -- Rain : છેલ્લા 2 કલાકમાં 120 તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ

Tags :
areasformfoundGujaratheavyinloggedmanyMonsoonmorningRainSituationVadodarawater
Next Article