Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૌરાણિક ભીડભંજન હનુમાનજી મંદિરે આજે મેળો, જાણો ડાયવર્ટ રૂટની સંપૂર્ણ માહિતી

VADODARA : આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ શનિવાર છે. અને તે નિમિત્તે વડોદરા (VADODARA) ના હરણી વિસ્તારમાં આવેલા પૌરાણિક ભીડભંજન હનુમાનજીના મંદિરે મેળો યોજાઇ રહ્યો છે. જેને લઇને આજુબાજુના ગામડામાંથી લોકો મોટી સંખ્યામાં અહિંયા આવે તેવી વકી છે. જેના અનુસંધાને...
vadodara   પૌરાણિક ભીડભંજન હનુમાનજી મંદિરે આજે મેળો  જાણો ડાયવર્ટ રૂટની સંપૂર્ણ માહિતી

VADODARA : આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ શનિવાર છે. અને તે નિમિત્તે વડોદરા (VADODARA) ના હરણી વિસ્તારમાં આવેલા પૌરાણિક ભીડભંજન હનુમાનજીના મંદિરે મેળો યોજાઇ રહ્યો છે. જેને લઇને આજુબાજુના ગામડામાંથી લોકો મોટી સંખ્યામાં અહિંયા આવે તેવી વકી છે. જેના અનુસંધાને જાહેર જનતાને કોઇ અગવડ ના પડે તે માટે અને ટ્રાફીક સુચારૂ રીતે ચાલે તે હેતુથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વૈકલ્પિક ટ્રાફીક વ્યવસ્થા વિગતવાર જણાવવામાં આવી છે. આ જાહેરનામું સવારે 7 વાગ્યાથી મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.

Advertisement

અલગ અલગ વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવી

જાહેરનામામાં જણાવ્યા અનુસાર, હરણી વિસ્તારમાંથી પસાર થતા સામાન્ય અને ભારદારી વાહનો માટે અલગ અલગ વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવી છે. હરણીથી આગળનો રસ્તો હાઇવે પર જોડાતો હોવાના કારણે અહિંયા તમામ પ્રકારના વાહનોની અવર-જવર મોટી સંખ્યામાં રહેતી હોય છે.

જાહેરનામા અનુસાર ડાયવર્ટ કરવામાં આવેલી રૂટની માહિતી નીચે મુજબ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પૂરગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવા માટે રૂ. 5 કરોડની ફાળવણી

Advertisement
Tags :
Advertisement

.