ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ડ્રેનેજના કામની મંથર ગતિથી ત્રાસ, હોસ્પિટલ બહાર વાહનોનો જમાવડો

VADODARA : કામ ક્યારે પૂર્ણ થશે તેની કોઇ ચોક્કસ માહિતી લોકો પાસે નથી. અને પીક અવર્સમાં હોસ્પિટલના ગેટ નજીક હળવા જામના દ્રશ્યો સર્જાય છે
03:42 PM Nov 10, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલ પાસેના બ્રિજની નીચે ડ્રેનેજનું કાર્ય પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ય ધાર્યા કરતા વધારે સમય લેતું હોવાના કારણે એક તબક્કે હોસ્પિટલના ગેટ સુધી હળવો ટ્રાફીક જામ સર્જાય છે. જેને પગલે લોકોના હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ રસ્તો બંધ કર્યો હોવાની જાણ આખરી સમયે થતા લોકો રોંગ સાઇડ જતા પણ ખચકાતા નથી. જેથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.  બંધ કરાયેલા રસ્તે ઇએસઆઇ હોસ્પિટલ સુધી જવાય છે. જેથી હાલ ત્યાં જતા લોકોને લાંબો ફેરો પડી રહ્યો છે.

રસ્તો લાંબા સમયથી બંધ હોવાના કારણે લોકોને મુશ્કેલી સર્જાઇ રહી છે

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઓવર બ્રિજ આવેલો છે. સરકારી ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલથી લઇને નટુભાઇ સર્કલને જોડતો આ બ્રિજ મહત્વનો છે. તેવામાં ગોત્રી હોસ્પિટલ થી લઇને નટુભાઇ સર્કલ તરફ જવાના રસ્તે બ્રિજ નીચે પાલિકા દ્વારા ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તો લાંબા સમયથી બંધ હોવાના કારણે લોકોને મુશ્કેલી સર્જાઇ રહી છે. અને ધીમી ગતિએ ચાલતું કામ ક્યારે પૂર્ણ થશે તેની કોઇ ચોક્કસ માહિતી લોકો પાસે નથી. તેવામાં પીક અવર્સમાં સવારે અને સાંજના સમયે હોસ્પિટલના ગેટ નજીક હળવા જામના દ્રશ્યો સર્જાય છે.

ટુ વ્હીલર ચાલકો રોંગ સાઇડ પર જતા ખચકાતા નથી

તો બીજી તરફ બ્રિજ પાસે આવીને નીચેનો રસ્તો બંધ હોવાનું ધ્યાને આવતા ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો રોંગ સાઇડ પર જતા ખચકાતા નથી. જેથી આ ડ્રેનેજ રીપેરીંગનું કાર્ય સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. હવે લોકોની માંગ સપાટી પર આવતા તંત્ર કામગીરી કેટલી ઝડપી પૂર્ણ કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : હોસ્પિટલની બાજુના ઘરમાંથી ધૂમાડા નીકળતા ફાયરના લાશ્કરો દોડ્યા

Tags :
createddrainageforgotriinmessPeopleProgressslowVadodaraWork
Next Article