Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગણેશ આગમનમાં સમય પુતરી અફરા-તફરી, સ્થિતી તુરંત કંટ્રોલમાં- DCP

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં ગણેજીની આગમન યાત્રામાં ગેરસમજના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. દરમિયાન પથ્થર મારો થયો હોવાની અફવાહે પણ જોર પકડ્યું હતું. જો કે, બનાવ સમયે બે પોલીસ મથકના પીઆઇ હાજર હોવાના કારણે સ્થિતી તુરંત થાળે...
vadodara   ગણેશ આગમનમાં સમય પુતરી અફરા તફરી  સ્થિતી તુરંત કંટ્રોલમાં  dcp

VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા વિસ્તારમાં ગણેજીની આગમન યાત્રામાં ગેરસમજના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. દરમિયાન પથ્થર મારો થયો હોવાની અફવાહે પણ જોર પકડ્યું હતું. જો કે, બનાવ સમયે બે પોલીસ મથકના પીઆઇ હાજર હોવાના કારણે સ્થિતી તુરંત થાળે પડી હતી. ઘટના બાદ હાલમાં ડીસીપી જુલી કોઠીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, ટોળામાં કોઇએ પથ્થર ફેંક્યો અને ટોળા તરફથી પણ એકઆદ પથ્થર ફેંકાયો તેવી પરિસ્થિતી થઇ હતી. દરમિયાન બે પોલીસ મથકના પીઆઇ અને સિક્યોરીટી હાજર હોવાથી તરત જ ટોળા ને સમજાવટ કરીને ટોળા-ડીજેને રવાના કરવામાં આવ્યા હતા.

Advertisement

છોકરાઓને એમ થયું કે, ત્યાં કંઇક થઇ ગયું છે

DCP જુલી કોઠીયાએ જણાવ્યું કે, ગણેશજીની આગમન યાત્રામાં કરોડીયા ગામના ગણપતિનું પ્રોસેસન ગોરવા આવીને તેનું પ્રોસેસન પૂર્ણ કરીને કરોડી ગામમાં જનાર હતા. તે દરમિયાન મધુનગર ચાર રસ્તા પાસે ડીજે હાઇટ વાળા પ્લેટફોર્મ પર હતું. અને વરસાદી માહોલ હોવાથી લટકતા વાયરોથી બચાવીને ડીજેને આગળ કરવામાં આવ્યું હતું. ડીજે આગળ જતું રહ્યું અને ગણેશજી ની મૂર્તિ વચ્ચે અંતર થઇ ગયું. તેવામાં કોઇએ જણાવ્યું કે ડીજે બંધ કરી દો. પાછળના છોકરાઓએ હોહા-દેકારા કરી મુક્યા હતા. જે બાદ ગણેશજીની પાછળ ના છોકરાઓને એમ થયું કે, ત્યાં કંઇક થઇ ગયું છે. જેથી તેમણે પણ દેકારો કર્યો હતો. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગ્યા હતા. સમય પુતરી અફરા-તફરી સર્જાઇ હતી. અફવાહ ફેલાઇ કે કોઇએ પથ્થર મારો કર્યો છે. અને દરમિયાન ટોળામાં કોઇએ પથ્થર ફેંક્યો અને ટોળા તરફથી પણ એકઆદ પથ્થર ફેંકાયો તેવી પરિસ્થિતી થઇ હતી.

ટોળાની ઉશ્કેરણી કરનાર એક-બે શખ્સો મળી આવ્યા

તેમણે જણાવ્યું કે, દરમિયાન બે પોલીસ મથકના પીઆઇ અને સિક્યોરીટી હાજર હોવાથી તરત જ ટોળા ને સમજાવટ કરીને ટોળા-ડીજેને રવાના કરવામાં આવ્યા હતા. ગણેશજીની મૂર્તિને કોઇ પણ નુકશાન થયું નથી. કોઇ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઇને આવ્યું નથી. ટોળાની ઉશ્કેરણી કરનાર એક-બે શખ્સો મળી આવ્યા હતા. તેઓ પીધેલી હાલતમાં હોવાથી તેમની સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

નુકશાન અથવા કોઇ વ્યક્તિને વાગ્યાનું ધ્યાને આવ્યું નથી

તેમણે ઉમેર્યું કે, અફવાહ આવી તેમાં બે તરફથી પથ્થર પડ્યા, તેમાં કોઇને વાગ્યું તેનું હજી સુધી સામે આવ્યું નથી. વાહનોના નુકશાન અંગે અમારી પાસે ફરિયાદ લઇને કોઇ આવ્યું નથી. જો કોઇ આવશે તો તુરંત જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હજી સુધી નુકશાન અથવા કોઇ વ્યક્તિને વાગ્યાનું ધ્યાને આવ્યું નથી. ગણતરીના સેકંડો-મીનિટમાં બનાવ કંટ્રોલમાં આવી ગઇ હતી. જેથી ગુનો દાખલ કરવાની પરિસ્થિતી હાલ નથી.

શાંતિથી તહેવાર ઉજવાય તેવી પોલીસ તરફથી અભિલાષા

આખરમાં જણાવ્યું કે, વીડિયો વાયરલ કરનાર, પથ્થર ફેંકનાર અથવા તો પથ્થર ફેંકનારના સામે લાગનાર સામે આવશે તો તુરંત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં ગણેશોત્સવનો તહેવાર આનંદ અને સુખશાંતિથી ઉજવવામાં આવે છે. લોકોને અપીલ છે કે, પોતાની ધાર્મિક લાગણીને ધ્યાને રાખીને બીજાના લાગણીને નુકશાન ન પહોંચે તેવી રીતે ખુબ જ શાંતિથી તહેવાર ઉજવાય તેવી પોલીસ તરફથી અભિલાષા રાખું છું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગણેશજીની આગમન યાત્રામાં "ગેરસમજ" ને પગલે નાસભાગ, પોલીસે બાજી સંભાળી

Tags :
Advertisement

.