Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સરકારી હોસ્પિટલમાં સ્ટ્રેચર અને વ્હીલચેર પર "પોટલાઓ"ની જમાવટ

VADODARA : વડોદરા (VADODARA) ની GMERS ગોત્રી મેડિકલ કોલેજ - હોસ્પિટલ માં દર્દીઓની સુગમતા માટેની વ્હીલચેર અને સ્ટ્રેચર પર પોટલા ભરીને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેના કારણે તંત્રની લાપરવાહીનો નમુનો...
vadodara   સરકારી હોસ્પિટલમાં સ્ટ્રેચર અને વ્હીલચેર પર  પોટલાઓ ની જમાવટ

VADODARA : વડોદરા (VADODARA) ની GMERS ગોત્રી મેડિકલ કોલેજ - હોસ્પિટલ માં દર્દીઓની સુગમતા માટેની વ્હીલચેર અને સ્ટ્રેચર પર પોટલા ભરીને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેના કારણે તંત્રની લાપરવાહીનો નમુનો ખુલ્લો પડ્યો છે. કેટલીય વખત સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે સમયસર સ્ટ્રેચર-વ્હીલચેરની સુવિધા ન મળવાના કારણે ઉંચકીને લઇ જવા પડે તેવી સ્થિતી જોવા મળે છે, ત્યારે બીજી તરફ આવા દ્રશ્યો તંત્ર માટે શરમજનક છે. સામાન્ય રીતે હોસ્ટિલમાં આ કાર્ય કરવા માટે વિશેષ ટ્રોલીની સુવિધા હોય છે. જો જરૂરી વ્યવસ્થા ન હોય તો તંત્ર દ્વારા તેનું પણ ધ્યાન રાખવું જોઇએ

Advertisement

પોલ ખોલતો વીડિયો સપાટી પર આવ્યો

વડોદરાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે. પરંતુ સરકારી હોસ્પિટલનું તંત્ર જરૂરી સુવિધાઓની જાળવણીમાં ઉણું ઉતરતા સમયાંતરે ચર્ચામાં આવતું રહે છે. તાજેતરમાં આવી જ એક સરકારી હોસ્પિટલ GMERS હોસ્પિટલ-ગોત્રીની પોલ ખોલતો કિસ્સો સપાટી પર આવ્યો છે. સામાન્ય રીતે દર્દીઓની સુગમતા ખાતર હોસ્પિટલમાં વ્હીલચેર અને સ્ટ્રેચર હોય છે. પરંતુ જીએમઇઆરએસ હોસ્પિટલના તંત્ર દ્વારા તેનો ઉપયોગ માલ-સામાન ભરેલા પોટલાઓની હેરફેર કરવા માટે થઇ રહ્યો હોય, આ વાતની પોલ ખોલતો વીડિયો સોશિયલ મીડિયા થકી સપાટી પર આવ્યો છે.

Advertisement

દુરઉપયોગ બિલકુલ યોગ્ય નથી

વ્હીલ ચેર પર સવારના સમયમાં પોટલાઓ ગોઠવીને લઇ જવામાં આવી રહ્યા છે. જ્યારે સ્ટ્રેચર પર રાત્રીના સમયે પોટલાઓ ભરીને લઇ જવામાં આવી રહ્યા છે. બંને ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા તંત્રની ચાલાકી ખુલ્લી પડી જવા પામી છે. સરકારી હોસ્પિટલમાં વ્હીલચેર અને સ્ટ્રેચરની સુવિધાના અભાવે દર્દીઓને ઉંચકીને અથવાતો ટીંગાટોળી કરીને લઇ જવામાં આવતા હોય તેવા દ્રશ્યો સમયાંતરે સામે આવતા હોય છે. ત્યારે વ્હીલચેર અને સ્ટ્રેચરનો આ પ્રકારનો દુરઉપયોગ બિલકુલ યોગ્ય નથી. આવું કરનારા લોકોને કડક શબ્દોમાં ચેતવણી આપી, ઘટનાનું પુનરાવર્તન થતું અટકાવવાની લોકમાંગ ઉઠવા પામી છે. આ સાથે જ જો જરૂરી વ્યવસ્થા ન હોય તો તંત્ર દ્વારા તેનું પણ ધ્યાન રાખવું જોઇએ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મૃતક શ્રમિકના નામે મનરેગાનું મહેનતાણું ભોગવનાર સામે ફરિયાદ

Tags :
Advertisement

.