Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગતિ શક્તિ યુનિ.ની ગવર્નિંગ કાઉન્સિલમાં શહેરના બે અગ્રણીઓને સ્થાન

VADODARA : ભારત સરકારના રેલ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (Gati Shakti Vishwavidyalaya) ની ગવર્નિંગ કાઉન્સિલના 31 સભ્યોની વરણી કરી છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના ચાન્સેલરપદે રચાયેલી આ ગવર્નિંગ કાઉન્સિલમાં દેશના નામનાપ્રાપ્ત 31 બુદ્ધિજીવી અગ્રણી...
vadodara   ગતિ શક્તિ યુનિ ની ગવર્નિંગ કાઉન્સિલમાં શહેરના બે અગ્રણીઓને સ્થાન

VADODARA : ભારત સરકારના રેલ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (Gati Shakti Vishwavidyalaya) ની ગવર્નિંગ કાઉન્સિલના 31 સભ્યોની વરણી કરી છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના ચાન્સેલરપદે રચાયેલી આ ગવર્નિંગ કાઉન્સિલમાં દેશના નામનાપ્રાપ્ત 31 બુદ્ધિજીવી અગ્રણી સભ્યોમાં શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીની પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ગવર્નિંગ કાઉન્સિલના સભ્યપદે વરણી કરાઈ છે. શહેર માટે આ બાબત એક વિશેષ સિદ્ધિરૂપ લેખાય છે. સેન્ટ્રલ યુનિવર્સિટીસ એક્ટ 2009ના સેક્શન 44 (c) હેઠળ આ ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવામાં આવી હોવાની જાહેરાત આજે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના રજીસ્ટ્રાર ટી વી અનંથાસુબ્રમણીયનને કરી છે.

Advertisement

માર્ગદર્શક સ્વરૂપે સીધી રીતે જોડાશે

દેશના ટોચના ઉદ્યોગ ગૃહોના મુખ્ય સંચાલકો, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના મુખ્ય સચિવ ઉપરાંત દેશના નામી શિક્ષણવીદોની સાથે શહેરના સાંસદ ડો. હેમાંગ જોષી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરાના આ ડ્રીમ પ્રોજેક્ટ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના સૂત્ર સંચાલનમાં માર્ગદર્શક સ્વરૂપે સીધી રીતે જોડાશે.

અશ્વિની વૈષ્ણવની ચેરપર્સન તરીકે વરણી

ગવર્નિંગ કાઉન્સિલમાં કેન્દ્ર સરકારના 11 સભ્યોમાં કેન્દ્રીય રેલ મંત્રી અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના ચાન્સેલર અશ્વિની વૈષ્ણવની ચેરપર્સન તરીકે વરણી કરાઈ છે. અન્ય 10 સભ્યોમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર પ્રોફેસર મનોજ ચૌધરી, રેલવે બોર્ડના ચેર પર્સન શ્રીમતી જયા વર્મા સિંહા, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ સેક્રેટરી અનુરાગ જૈન, પોર્ટ એન્ડ શીપીંગ વિભાગના સેક્રેટરી કે રામચંદ્રન, નાગરિક ઉડ્ડયન વિભાગના સેક્રેટરી વુમલુન્મંગ વુઅ્લ્નમ, ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડના સેક્રેટરી રાજેશકુમાર સિંઘ, ઉચ્ચ શિક્ષણ વિભાગના સેક્રેટરી કે સંજય મૂર્થિ, વિદેશ સચિવ વિક્રમ મિસરી, આર્મી સ્ટાફના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમની તેમજ ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી રાજ કુમારનો સમાવેશ થાય છે.

Advertisement

આઠ અગ્રણીઓની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યપદે વરણી

આ ઉપરાંત ઉદ્યોગ અને વેપાર, ટ્રાન્સપોર્ટેશન, માલ પરિવહન, નાણા અને સ્ટાર્ટ અપ જેવા ક્ષેત્રોના દેશના આઠ અગ્રણીઓની પણ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યપદે વરણી કરાઈ છે. જેમાં તાતા (TATA) ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરન, એલ એન્ડ ટી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર એસ એન સુબ્રહમ્ન્યન, સિમેન્સ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનીલ માથુર, આલ્સ્ટોમ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઓલીવીર લોઈસન, એરબસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ રેમી મેઈલાર્ડ, AMD ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મિસિસ જયા જગદીશ, બાયસેગ-Nના ડાયરેક્ટર જનરલ ટી પી સિંગ તેમજ દિનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંગનો સમાવેશ થાય છે.

શહેરના બે અગ્રણીઓનો સમાવેશ

સાથે સાથે શહેરના બે પ્રતિષ્ઠિત અગ્રણી વ્યક્તિઓમાં સાંસદ ડો. હેમાંગ જોષી તથા એમએસ યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીનીરાજે ગાયકવાડની પણ વરણી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના અગ્રણી વ્યક્તિઓમાં યુજીસીના ચેરમેન પ્રોફેસર એમ જગદીશ કુમાર તથા એઆઈસીટીઇ-AICTEના ચેરમેન પ્રોફેસર ટી જી સીથારામ, આઇઆઇટી ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર રજત મોનાનો પણ આ ગવર્નિંગ કાઉન્સિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગવર્નિંગ કાઉન્સિલમાં ગતિશક્તિ વિશ્વ વિદ્યાલયના સાત પ્રતિનિધિઓમાં એકેડેમિક ડીન પ્રોફેસર જીતેશ ઠક્કર, પ્રોફેસર આર એડવીન રાજ, પ્રોફેસર પ્રદીપકુમાર ગર્ગ, ટીચર્સ રીપ્રેઝન્ટેટિવ ડો. વી ચિંતાલા, સ્ટુડન્ટ્સ રિપ્રેઝન્ટેટિવ મિસિસ સંજના બહેરા, ચીફ ફાઇનાન્સ અને એકાઉન્ટ ઓફિસર તથા રજીસ્ટર ટી વી અનંથાસુબ્રમણીયનનો પણ સમાવેશ કરાયો છે.

Advertisement

આ પણ વાંચો -- KUTCH : પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કંડલા પોર્ટની મુલાકાત લીધી

Tags :
Advertisement

.