ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રમત-રમતમાં બાળકોથી થઇ ગઇ ગંભીર ભૂલ, હવે....

VADODARA : વડોદરા (VADODARA) માં બાળકોને ઘરે એકલા મુકીને જતા માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના શિયાબાગ વિસ્તારમાં રહેતો પરિવાર સંતાનોને ઘરે મુકીને કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન એક બાળકે રમત રમતમાં ગેસની પાઇપ ખેંચી નાંખી હતી....
12:10 PM Oct 10, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં બાળકોને ઘરે એકલા મુકીને જતા માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના શિયાબાગ વિસ્તારમાં રહેતો પરિવાર સંતાનોને ઘરે મુકીને કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન એક બાળકે રમત રમતમાં ગેસની પાઇપ ખેંચી નાંખી હતી. અને અન્ય બાળકે લાઇટર સળગાવતા ઘરમાં મોટો ઘડાકો થયો હતો. અને બંને બાળકો અતિગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઇ રહી છે.

100 વખત વિચારવા પર મજબુર કરશે

બાળકોને કેટલીક વખત ઘરે રમતા મુકીના માતા-પિતા નાના મોટા કામ પતાવવા નીકળી પડે છે. પરંતુ વડોદરાના શિયાબાગ વિસ્તારમાં બનેલો કિસ્સો તમને આવું કરતા પહેલા 100 વખત વિચારવા પર મજબુર કરશે. આજરોજ વડોદરાના શિયાબાગમાં રહેતા પરિવારના માથે આભ તુટી પડ્યું હોય તેવી ઘટના સામે આવી છે.

ઘરમાં લગાડેલી ગેસની પાઇપ ખેેંચી કાઢી

શિયાબાગમાં રહેતા પરિવારના બે સંતાનોને ઘરે મુકીને નજીકમાં કામ અર્થે તેમના માતા ગયા હતા. દરમિયાન બંને બાળકો ઘરમાં રમતા હતા. રમત-રમતમાં એક બાળકે ઘરમાં લગાડેલી ગેસની પાઇપ ખેેંચી કાઢી હતી. જેથી તેમાંથી ગેસ લિકેજ થવાનું શરૂ થઇ ગયું હતું. અને ગેસ રૂમમાં પ્રસરી રહ્યો હતો. તેની ગંભીરતાથી અજાણ પરિવારના અન્ય સંતાને લાઇટર સળગાવ્યું હતું. જેથી તુરંત માહોલમાં પ્રસરેલા ગેસના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી.

બંને બાળકો આગની લપેટમાં આવી ગયા

આ આગ લાગતા બુમાબુમ મચી જવા પામી હતી. માતાએ ઘરનો દરવાજો ખોલીને જોતા બંને બાળકો આગની લપેટમાં આવી ગયા હતા. તુરંત માતા તેમને બચાવવા દોડી અને આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા. દરમિયાન માતા પણ દાઝ્યા હતા. હાલ ગંભીર દાઝેલી હાલતમાં બંને બાળકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આમ, બાળકોને થોડાક સમય માટે પણ એકલા મુકવા કેટલું જોખમી નીવડી શકે છે તે આ કિસ્સા પરથી આસાનીથી સમજી શકાય છે.

આ પણ વાંચો --VADODARA : ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી શહેરની મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

Tags :
AccidentchildcreatedduringfiregaspipeplaystretchTreatmentTwounderVadodara
Next Article