ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : "ખોદે કોઇ, ભોગવે કોઇ" : ગેસ વિભાગના ખોદકામને લઇને પાણીની મોકાણ સર્જાઇ

VADODARA : વડોદરા (VADODARA) ના તલસટ-કલાલી રોડ વિસ્તારમાં ગેસ લાઇન (GAS LINE) નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના માટે ખોદકામ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવવાના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો માટે અવર-જવરનો રસ્તો બંધ થવાની સાથે પાણી...
12:40 PM Oct 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના તલસટ-કલાલી રોડ વિસ્તારમાં ગેસ લાઇન (GAS LINE) નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના માટે ખોદકામ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવવાના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો માટે અવર-જવરનો રસ્તો બંધ થવાની સાથે પાણી વિતરણ પર પણ તેની અસર પડે તેવી ભીતિ સેવાઇ રહી છે. પાલિકા તંત્ર દ્વારા સ્થાનિકોને સમસ્યા સત્વરે દુર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

પાલિકા કેટલી ત્વરિત કામગીરી કરે છે, તે જોવું રહ્યું

વડોદરામાં ખોદે કોઇ અને ભોગવે કોઇ તેવો ઘાટ તલસટ-કલાલી રોડ વિસ્તારમાં સર્જાયો છે. અહિંયા તંત્ર દ્વારા ગેસ લાઇન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. તેની માટે ખોદકામ કરવા દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો તેમની અવર-જવર માટેનો રસ્તો બંધ થયો છે, સાથે જ વિસ્તારના પાણી વિતરણ પર તેની અસર જોવા મળે તેવી ભીતિ સેવાઇ રહી છે. હવે આ મામલે પાલિકા કેટલી ત્વરિત કામગીરી કરે છે, તે જોવું રહ્યું.

યોગ્ય જોઇન્ટ મારવામાં ના આવવાના કારણે મુશ્કેલી

સ્થાનિકે જણાવ્યું કે, આ તલસટ-કલાલી રોડ છે. અહિંયા પાણીની સમસ્યા છે. અહીંયાથી ગેસની લાઇન નાંખવાની કામગીરી ચાલી તેમાં પાણીની લાઇન લિકેજ થઇ ગઇ છે. સમસ્યા છે કે, વારંવાર ખોદકામથી પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. યોગ્ય જોઇન્ટ મારવામાં ના આવવાના કારણે મુશ્કેલી સર્જાઇ રહી છે. ગામમા જવા માટે અત્યારે અમારે બે કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. કામગીરીના કારણે ગ્રામજનો ભારે પરેશાન થઇ રહ્યા છે.

તેમણે અમારી પાણીની લાઇન તોડી નાંખી

અન્ય સ્થાનિક રમેશભાઇ માળીએ જણાવ્યું કે, ગેસ લાઇનની કામગીરી કરતા સમયે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. તેમણે અમારી પાણીની લાઇન તોડી નાંખી છે. જેથી અમારો રસ્તો બંધ થઇ ગયો છે. તેને કારણે અમે ભોગવી રહ્યા છે. અને ફરીને જવું પડી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : ગેંગ રેપ કેસના આરોપીઓના મોબાઇલ પોર્ન વીડિયોથી ફૂલ, 2 ના DNA મેચ

Tags :
DamageexistingfacegasLinePeopletroubleVadodarawaterWork
Next Article