VADODARA : 4 નો ભોગ લેનાર વર્ષ 2018 ની ગેસ દુર્ઘટ મામલે વધુ કાર્યવાહી માટે હાઇકોર્ટનો આદેશ
VADODARA : વર્ષ 2018 માં ગોરવા પોલીસ મથક (GORWA POLICE STATION) માં વડોદરા ગેસ લિમિટેડ (VADODARA GAS LTD) ના જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. આ મામલામાં ગેસ કનેક્શન બંધ કરાવ્યા છતાં ગેક લિકેજ થવાનથી 4 યુવાનોનો મૃત્યુ થયા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પૂરવણી ચાર્જશીટ રજુ કરવા બાબતે તાજેતરમાં હુકમ કર્યો છે.
ફરિયાદી ધ્રુવેશ ધાનાણીએ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અરજી કરી
સમગ્ર મામલાના ઘટનાક્રમ અનુસાર, વર્ષ 2018 માં ગોરવા પોલીસ મથકની હદમાં આવેલા એક મકાનમાં ગેસ કનેક્શન બંધ કરાવ્યા છતાં ગેસ લિકેજ થવાના કારણે 4 યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. જેના અનુસંધાને ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગેસના પ્રવાહમાં મરકેપ્ટન નામનો પદાર્થ નાંખવામાં આવ્યો ન હોવાના કારણે તથા ઓટોમેટેડ ઓડરન્ટ સિસ્ટમ ના વિકસાવી હોવાના કારણે ઉચ્ચ અધિકારીઓ તથા વડોદરા ગેસ લિ. ના ડાયરેક્ટરો દ્વારા બનાવ સમયે યોગ્ય જવાબદારી નિભાવી ન હોવાથી ફરિયાદી ધ્રુવેશ ધાનાણીએ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અરજી કરી હતી. જેને 13, ડિસેમ્બર - 19 ના રોજ સેશન્સ કોર્ટે મંજુર કરી હતી.
ઓટોમેટેડ ઓડરન્ટ સિસ્ટમની વ્યવસ્થા નથી
જે અન્વયે 4, ફેબ્રુઆરી - 20 ના રોજ ગોરવા પોલીસ મથકના તત્કાલિન પીઆઇ કે. એમ. છાશીયાએ વધુ તપાસ કરીને રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં વડોદરા ગેસ લિ. કંપની દ્વારા પીએનજીઆરબી દ્વારા કરવામાં આવેલી જોગવાઇઓ મુજબ વર્તવામાં ના આવ્યું હોવાનું અને ઓટોમેટેડ ઓડરન્ટ સિસ્ટમની વ્યવસ્થા નથી. તથા મરકેપ્ટન પદાર્થ જેવું તપાસમાં મળી આવ્યું ના હોવાનું જણાવ્યું હતું. આમ, પીએનજીઆરબી એક્ટ - 2006 ની જોગવાઇઓનું પાલન વડોદરા ગેસ લિ. કંપનીએ ઓડિટ રિપોર્ટમાં જણાવ્યા હોવા છતાં પાલન કર્યું ના હોવાનો રિપોર્ટ કર્યો હતો.
અધિકારીઓ વિરૂદ્ધ પૂરવણી ચાર્જશીટ રજૂ કરી ન્હતી
આ રિપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યા બાગ ગોરવા પોલીસ મથક દ્વારા વડોદરા ગેસ લિ. ના અધિકારીઓ વિરૂદ્ધ પૂરવણી ચાર્જશીટ રજૂ કરી ન્હતી. જેથી ફરિયાદી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લીકેશન થી વડોદરા ગેસ લિ.ના જવાબદાર ઓફિસર વિરૂદ્ધ રિપોર્ટ મુજબ પૂરવણી ચાર્જશીટ ફાઇલ કરવા માટેની અરજી કરી હતી.
ફરિયાદી ધ્રુવેશભાઇ સુરેશભાઇ ધાનાણી અને વકીલ વિરાજ પી. ઠક્કરની લડત રંગ લાવી
6 સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે હુકમ કરવામાં આવ્યો હતો. જે મુજબ 30 દિવસમાં ટ્રાયલ કોર્ટમાં રિપોર્ટ કરીને પૂરવણી ચાર્જશીટ કરવા માટે જણાવ્યું છે. 30 દિવસમાં ગોરવા પોલીસ મથકના તપાસ અધિકારીએ વડોદરા ગેસ લિ. ના તમામ ઉચ્ચ અધિકારીઓ તથા ડાયરેક્ટરો વિરૂદ્ધ ફરિયાદીએ જે પૂરાવાઓ આપ્યા છે. અને ગોરવા પોલીસ મથકના રિપોર્ટ અનુસાર કાર્યવાહી કરીને પૂરવણી ચાર્જશીટ કરવાની રહેશે. ઉપરોક્ત માહિતી મૂળ ફરિયાદી ધ્રુવેશભાઇ સુરેશભાઇ ધાનાણી અને વકીલ વિરાજ પી. ઠક્કર દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : પૂર ટાણે ફરજમાંથી અલિપ્ત રહેનાર એડિ. એન્જિનીયરને પાણીચું