Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગણેશોત્સવ દરમિયાન પાંચ વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે

VADODARA : વડોદરા (VADODARA) શહેર પોલીસ (CITY POLICE) કમિશનરએ શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન સ્થાપના અને વિસર્જનના પ્રતિબંધોનું પાલન કરવા અંગે કાયદાની લાગુ પડતી જોગવાઈઓને અનુલક્ષીને પ્રતિબંધિત હુકમો કર્યા છે. શહેરમાં પાણી અને પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવાના હેતુથી ધાર્મિક પ્રસંગો દરમિયાન...
vadodara   ગણેશોત્સવ દરમિયાન પાંચ વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે

VADODARA : વડોદરા (VADODARA) શહેર પોલીસ (CITY POLICE) કમિશનરએ શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન સ્થાપના અને વિસર્જનના પ્રતિબંધોનું પાલન કરવા અંગે કાયદાની લાગુ પડતી જોગવાઈઓને અનુલક્ષીને પ્રતિબંધિત હુકમો કર્યા છે. શહેરમાં પાણી અને પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવાના હેતુથી ધાર્મિક પ્રસંગો દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં તેમજ વિસર્જનમાં જાહેર હિતમાં કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આ મહોત્સવ દરમિયાન અમુક કૃત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

પ્રતિબંધિત કૃત્યોની માહિતી નીચે જણાવ્યા અનુસાર છે.

(૧) શ્રીજીની મુર્તિઓ વિસર્જનના દિવસે ચાર વ્હીલ કરતા વધુ વ્હીલના ટ્રેઇલર ઉપર શ્રીજીની મુર્તિઓ રાખી નહી લઇ જવા ઉપર.

(૨) શ્રીજીની મુર્તિ સ્થાપના સ્થળોએ, વિસર્જનના દિવસે શ્રીજી મુર્તિ સરઘસ સ્થાને વપરાતો સફેદ પાવડર, અબીલ, ગુલાલ પાણીમાં અન્ય તૈલી પદાર્થના મિશ્રણ કરી પ્લાસ્ટીકની થેલીઓ ભરી છુટા ફેકવા ઉપર.

Advertisement

(૩) શ્રીજીની મુર્તિ સ્થાપનાવાળી જગ્યાએ દર્શનાર્થીઓ ગણપતિજીના સહેલાઇથી દર્શન કરી શકે તે સારૂ (પંડાલોના) આગળના ભાગે અડચણ રાખવા ઉપર.

(૪) શ્રીજી મુર્તિના દર્શન કરવા સારૂ ટીકિટ વેચાણ ઉપર નાણા ઉઘરાવવા ઉપર.

Advertisement

(૫) શ્રીજીની મુર્તિની સ્થાપના પંડાલની રચના જાહેર માર્ગ ઉપર ટ્રાફિક તથા અન્ય જાહેર જીવન અડચણરૂપ થાય તે રીતે સ્થાપના કરવા ઉપર.

હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર

ઉપર મુજબના પ્રતિબંધો વડોદરા શહેરમાં બહારથી ગણેશજીની મૂર્તિઓ લાવી વેચતા મૂર્તિકારો અને વેપારીઓને પણ લાગુ પડશે. વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૧૮/૦૯/૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન આ હુકમ અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચો -- VADODARA : મોટા ગરબા આયોજકો પૂર પીડિતોની સહાય માટે આગળ આવ્યા

Tags :
Advertisement

.