Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રાહત પેકેજ માટે 31, ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે, વાંચો વિગતવાર

VADODARA : વડોદરામાં પુરથી અસરગ્રસ્ત વિસ્તારમાં નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાહત બચાવ પેકેજ વિશે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં વેપાર વાણિજન્ય સાથે સંકળાયેલા લોકોને ઝડપી પુનઃવસન કરાવવું એ રાજ્ય સરકારની...
vadodara   રાહત પેકેજ માટે 31  ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે  વાંચો વિગતવાર

VADODARA : વડોદરામાં પુરથી અસરગ્રસ્ત વિસ્તારમાં નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાહત બચાવ પેકેજ વિશે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં વેપાર વાણિજન્ય સાથે સંકળાયેલા લોકોને ઝડપી પુનઃવસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.

Advertisement

પરિસ્થિતી ઝડપી સુ-વ્યવસ્થિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ

વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારના નાના, લધુ તેમજ મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન કરવા રાજ્ય સરકારે રાહત બચાવ પેકેજ જાહેર કર્યુ છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મંત્રી પટેલે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી ઉદભવેલ પરિસ્થિતિને પુર્વવત કરવા તેમજ સંપૂર્ણ પરિસ્થિતી ઝડપી સુ-વ્યવસ્થિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

રોકડ સહાય ચૂકવવામાં આવશે

વડોદરાના લારી-રેકડી ધારકને ઉચ્ચક રૂ. ૫,૦૦૦ની, ૪૦ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. ૨૦ હજારની, ૪૦ સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને રૂ. ૪૦ હજારની તેમજ નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીને ઉચ્ચક રૂ. ૮૫ હજારની રોકડ સહાય ચૂકવવામાં આવશે.

Advertisement

મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી

તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રૂ. ૫ લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતી મોટી દુકાન ધારકોને રૂ. ૨૦ લાખ સુધીનો લોન મળવા પાત્ર રહેશે. જ્યારે, રૂ. ૫ લાખની મર્યાદામાં માત્ર ૭ ટકાના વ્યાજ દરે ત્રણ વર્ષ માટે લોન મળશે. આ સહાય મેળવવા તા. ૩૧ ઓક્ટોબર સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે.

નિયમો મુજબ રાહત જાહેર કરવામાં આવશે

આ ઉપરાંત ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સર્વે કરી રહી છે સર્વે બાદ એસ.ડી.આર.એફ.ના નિયમો મુજબ રાહત જાહેર કરવામાં આવશે તેમ, મંત્રી પટેલે ઉમેર્યું હતું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : 150 વર્ષ જૂૂૂના આજવા સરોવરના આધુનિકીકરણ માટે ભાર મૂકતી કેન્દ્રીય ટીમ

Tags :
Advertisement

.