Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કોંગ્રેસ ઘરે ઘરે જઇને સરવે કરશે, વળતરની રકમ વધારવા ઉઠાવી માંગ

VADODARA : વડોદરામાં ઐતિહાસીક પૂરની પરિસ્થિતી બાદથી શહેરવાસીઓ બહાર ઉભરી રહ્યા છે. ત્યારે લોકોની સમસ્યા જાણીને તેને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે વડોદરાના પૂર પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે કોંગ્રેસના સિનિયર આગેવાને...
vadodara   કોંગ્રેસ ઘરે ઘરે જઇને સરવે કરશે  વળતરની રકમ વધારવા ઉઠાવી માંગ

VADODARA : વડોદરામાં ઐતિહાસીક પૂરની પરિસ્થિતી બાદથી શહેરવાસીઓ બહાર ઉભરી રહ્યા છે. ત્યારે લોકોની સમસ્યા જાણીને તેને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે વડોદરાના પૂર પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે કોંગ્રેસના સિનિયર આગેવાને જણાવ્યું કે, આગામી 5 મી તારીખથી પાલિકાના 19 વોર્ડમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો પરિવારોનો સંપર્ક કરશે. દરેકને ત્યાંની પરિસ્થિતી જાણશે, અને સરવે કરશે.

Advertisement

દરેક પરિવારને રૂ. 10 હજારની ઘરવખરીની સહાય મળવી જોઇએ

વડોદરાના પૂર પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગી આગેવાન અમિત ચાવડાએ જણાવ્યું કે, હું અગાઉ આવ્યો હતો. ત્યારે મેં વિશ્વામિત્રીમાં દબાણ કરીને બનાવાયેલા અગોરા મોલ, ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો બંગ્લો જોયો હતો. વડોદરામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનું લોકોનું માનવું છે. અમારી સરકારને કહેવું છે કે, પૂર પીડિતોને ધરવખરીની સહાય રૂ. 2500 આપો છો. તે મોંઘવારીના સમયમાં નહીવત છે. ઓછામાં ઓછા દરેક પરિવારને રૂ. 10 હજારની ઘરવખરીની સહાય મળવી જોઇએ. જે લોકોના મોત થયા છે, તેમના પરિવારો પર આફત આવી પડી છે. આ મૃતકના પરિવારોને ઓછામાં ઓછી રૂ. 25 લાખ ની સહાય તાત્કાલીક ચુકવવામાં આવે તેવી માંગ છે. દુકાનો, શોરૂમમાં ફર્નિચર તથા અન્યનું મોટું નુકશાન થયું છે, તેનો સરવે કરીને સરકાર તાત્કાલીક સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી કરીએ છીએ. વાહનોમાં નુકશાનમાં પણ રાહત આપવા માટે ઇએમઆઇ માફ તથા અન્યની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે.

Advertisement

સબક લીધો હોય તો એક મહિનામાં નદી કાંઠાના ગેરકાયદેસર બાંધકામો દુર કરાવો

વધુમાં તેમણે જણાવ્યું કે, આ પૂરનું મુખ્ય કારણ નદી કિનારાના વિસ્તારોનો ઝોનફેર કરવામાં આવ્યો, તેમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા, પાણીના નિકાલ માટે કાંસ તથા અનેક વ્યવસ્થાઓ પર દબાણ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં પૂર અટકાવવું હોય, અને આ પૂરથી સબક લીધો હોય તો એક મહિનામાં નદી કાંઠાના ગેરકાયદેસર બાંધકામો દુર કરાવો. ગ્રીન ઝોનની બદલે અર્બન ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેને રદ્દ કરવામાં આવે. વર્ષ 2019 માં પણ વિશ્વામિત્રીને લઇને જાહેરાત કરવામાં આવી હતી.

ભવિષ્યમાં કોઇએ તબાહીનો સામનો ન કરવો પડે તે માટે લડાઇ લડવાની તૈયારીઓ

વધુમાં તેમણે ઉમેર્યું કે, પ્રિમોન્સૂન કામગીરીમાં ઉનાળામાં જાહેરાતો કરી હતી. કોઇ જગ્યાએ કામ દેખાયું નથી. બોટ હોવા છતાં ધૂળ ખાતી હતી. તમામની તપાસ થવી જોઇએ. પાણીની યોજનાઓ જમીન પર કાર્યરત કરવા માટે ચોક્કસ સમયમર્યામાં કામ કરે તેવી માંગણી કરીએ છીએ. આગામી 5 મી તારીખથી પાલિકાના 19 વોર્ડમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો પરિવારોનો સંપર્ક કરશે. દરેકને ત્યાંની પરિસ્થિતી જાણશે, અને સરવે કરશે. તેના આધારે દબાણો ખુલ્લા કરાવવા માટે, નુકશાનોમાં વળતર મળે તે માટે અને ભવિષ્યમાં કોઇએ તબાહીનો સામનો ન કરવો પડે તે માટે લડાઇ લડવાની તૈયારીઓ અમે કરી છે.

Advertisement

વિરોધ પક્ષ તરીકે અમે મુદ્દાઓ ઉઠાવ્યા છે

આખરમાં તેમણે જણાવ્યું કે, મહારાજા સયાજીરાવના સ્વપ્નનું વડોદરા શહેરવાસીઓને મળે તે માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે. કોંગ્રેસની લીગલ સેલ કાયદાકીય હાઇકોર્ટ સુધી લડવાની મદદ-માર્ગદર્શન નિશુલ્ક આપશે. અને કેસ લડશે. અમે વડોદરાવાસીઓના લડાઇ પાલિકા, કોર્ટ, અને વિધાનસભા સુધી લડશે. અગોરા મોલનો પાયો નંખાતો હતો ત્યારે અમે વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષ તરીકે અમે મુદ્દાઓ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પક્ષે બધી જ વખતે લોકોની વચ્ચે જઇને તેમની લડાઇ લડ્યા છે. પરંતુ તે અંગેનો નિર્ણય લેવાની સત્તા પ્રજાએ જેને ચૂંટ્યા છે, તેમની છે. પ્રજા પાલિકામાં કોંગ્રેસને સત્તા આપશે તો પ્રેસકોન્ફરન્સ કરીને સમયસિમિતતામાં કરીશું.

આ પણ વાંચો -- VADODARA : વગર ચૂંટણીએ નેતા-કાર્યકર્તાઓના બહિષ્કારના બેનર લાગ્યા

Tags :
Advertisement

.