ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ભવિષ્યમાં પૂરની સ્થિતી અટકાવવા તંત્રની મહત્વની બેઠક, જાણો શું ચર્ચાયું

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક માનવસર્જિત પૂર (FLOOD - 2024) ની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરમાં ફરી પૂરની પરિસ્થિતી ના આવે તે માટેનો અભ્યાસ કરવા માટે સેન્ટ્રલ વોટર કમિશન (Central Water Commission) ની ટીમ ગતરોજથી વડોદરામાં છે. તેઓ...
06:58 PM Oct 11, 2024 IST | PARTH PANDYA
VMC OFFICE : FILE PHOTO

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક માનવસર્જિત પૂર (FLOOD - 2024) ની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરમાં ફરી પૂરની પરિસ્થિતી ના આવે તે માટેનો અભ્યાસ કરવા માટે સેન્ટ્રલ વોટર કમિશન (Central Water Commission) ની ટીમ ગતરોજથી વડોદરામાં છે. તેઓ આજવા અને પ્રતાપપુરા સરોવર સહિત અન્ય જળાશયોની મુલાકાત લઇને પાણીની પરિસ્થિતીનો અભ્યાસ લઇ રહ્યા છે. આજરોજ અભ્યાસના અંતે વડોદરા પાલિકા કમિશનર તથા અન્યની હાજરમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. આમ, ભવિષ્યમાં પૂરની પરિસ્થિતી અટકાવવા માટે પાલિકાનું તંત્ર એક ડગલું આગળ વધ્યું છે.

પૂરના સંકટમાંથી બચાવવાના પ્રયાસોના ભાગરૂપે ટીમ વડોદરાની મુલાકાતે આવી

વડોદરામાં વિતેલા બે મહિનામાંત ત્રણ ત્રણ વખત પૂરની પરિસ્થિતી વેઠીને લોકો તોબા પોકારી ગયા છે. લોકોએ જીવનમાં ના જોયા હોય તેવા દિવસો પૂરમાં લોકોએ જોયા છે. અને કપરાં દિવસો ફરી ભવિષ્યમાં ના આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. લોકોને ભવિષ્યમાં પૂરના સંકટમાંથી બચાવવાના પ્રયાસોના ભાગરૂપે સેન્ટ્રલ વોટર કમિશનની ટીમ વડોદરાની મુલાકાતે આવી છે. તેમણે વિવિધ જળાશયોની મુલાકાત લઇને અભ્યાસ કર્યો છે. તે બાદ તેમણે પાલિકા કમિશનર સહિત નિષ્ણાંતો જોડે વિચાર-વિમર્શ કર્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

અત્યારે ફક્ત તેમના સુચન, વિચારો અને અભ્યાસ ધ્યાને મુકીને તે અંગે ચર્ચા થઇ

વડોદરાના પાલિકા કમિશનર દિલીપ કુમાર રાણાએ જણાવ્યું કે, સેન્ટ્રલ વોટર કમિશનની ટીમના મુખ્ય ઇજનેર ત્રિપાઠી સાહેબ સાહેબ અને તેમની ટીમ ગઇ કાલથી વડોદરામાં હતી. તેમણે પ્રતાપપુરા અને આજવા બંને ડેમોનો અભ્યાસ કર્યો છે. અને તેના અભ્યાસ બાદ આજે તેમણે ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલા સાહેબની અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. તેમાં વિવિધ ચર્ચાઓ કરવામાં આવી છે. સેન્ટ્રલ વોટર કમિશનના મેમ્બર્સ, ઇરીગેશન, પાલિકા, સીકોન કંપનીના અધિકારીઓ બધા સાથે નવલાવાલા સાહેબની બેઠક યોજાઇ છે. સેન્ટ્રલ વોટર કમિશને જે સુચનો આપ્યા છે તેના પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં વિશ્વામિત્રી નદીમાં ઓછામાં ઓછું પાણી આવે, અને પૂરની પરિસ્થિતીનું સર્જન ના થાય તે માટે જે પગલાં ભરવાના થાય, તેની આગળની કાર્યવાહી આગામી મીટિંગમાં થશે. અત્યારે ફક્ત તેમના સુચન, વિચારો અને અભ્યાસ ધ્યાને મુકીને તે અંગે ચર્ચા થઇ છે.

આ પણ વાંચો --VADODARA : હરણી બોટ કાંડમાં મોટા અધિકારીઓ બચી નહીં શકે

Tags :
centralcommissionfloodideasmeasurepreventionsharedstudyteamVadodaraviewsvisitwater
Next Article