Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૂરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા ગૃહમંત્રી, ઉચ્ચસ્તરીય બેઠક જારી

VADODARA : પૂરગ્રસ્ત વડોદરા (VADODARA) ની મુલાકાતે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી (home minister of gujarat harsh sanghavi) આવી પહોંચ્યા છે. આવતાની સાથે જ તેમણે શહેરના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મહત્વની...
vadodara   પૂરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા ગૃહમંત્રી  ઉચ્ચસ્તરીય બેઠક જારી

VADODARA : પૂરગ્રસ્ત વડોદરા (VADODARA) ની મુલાકાતે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી (home minister of gujarat harsh sanghavi) આવી પહોંચ્યા છે. આવતાની સાથે જ તેમણે શહેરના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મહત્વની બેઠક લીધી છે. જેમાં પૂરની સ્થિતી અંતે બારીકાઇ પૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. આ બેઠકમાં મેયર, સાંસદ, ધારાસભ્યો તથા પાલિકા તથા અન્ય પદાધિકારીઓ હાજર છે.

Advertisement

રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી આવી પહોંચ્યા

વડોદરા વિતેલા ત્રણ દિવસથી પૂરનો સામનો કરી રહ્યું છે. આજ સવારથી વિશ્વામિત્રી નદીનું પાણી ઓસરતા રાહતના સમાચાર આવવાના શરૂ થયા છે. તેવામાં વડોદરાવાસીઓની મદદ માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી આવી પહોંચ્યા છે. અને તેમના તમામ મહત્વના ચૂંટાયેલા અને સરકારી અધિકારીઓ સાથે બેઠક લીધી છે. જેમાં પૂરગ્રસ્ત લોકોને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ પર ઝીણવટભરી ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.

Advertisement

લોકોની વચ્ચે જઇને તેમના હાલચાલ જાણશે

સુત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં પાણી ઓસર્યા બાદ લોકોના સ્વાસ્થ્ય અંગેની કામગીરી પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. બેઠક બાદ ગૃહમંત્રી લોકોની વચ્ચે જઇને તેમના હાલચાલ જાણશે તેવી શક્યતાઓ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : શહેર-જિલ્લામાં પાણીમાં ફસાયેલા 10 હજારથી વધુ લોકો સ્થળાંતરિત કરાયા

Tags :
Advertisement

.