Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પહેલા નોરતે ગરબા મેદાન કાદવથી લથપથ, ડિવાઇડર બન્યું પાર્કિંગ સ્ટેન્ડ

VADODARA : વડોદરા (VADODARA) માં પહેલા નોરતે સૌથી મોટા ગરબા આયોજન મનાતા યુનાઇટેડ વે માં મેદાન અને મેદાન સુધી જવાનો રસ્તો કાદવ-કીચડ વાળો હોવાથી ખેલૈયાઓ ભારે નિરાશ થયા હતા. ગરબા રમવા માટેનો જે ઉત્સાહ ઘરેથી નિકળતી વખતે જોવા મળ્યો હતો,...
vadodara   પહેલા નોરતે ગરબા મેદાન કાદવથી લથપથ  ડિવાઇડર બન્યું પાર્કિંગ સ્ટેન્ડ

VADODARA : વડોદરા (VADODARA) માં પહેલા નોરતે સૌથી મોટા ગરબા આયોજન મનાતા યુનાઇટેડ વે માં મેદાન અને મેદાન સુધી જવાનો રસ્તો કાદવ-કીચડ વાળો હોવાથી ખેલૈયાઓ ભારે નિરાશ થયા હતા. ગરબા રમવા માટેનો જે ઉત્સાહ ઘરેથી નિકળતી વખતે જોવા મળ્યો હતો, તે મેદાનમાં જતા સુધીમાં તો આક્રોશમાં ફેરવાઇ ગયો હતો. તો બીજી તરફ રાજવી પરિવારના એલવીપી ગરબા આયોજકો દ્વારા પાર્કિંગની વ્યવસ્થા નહીં કરવામાં આવતા ખેલૈયાઓએ ડિવાઇડરને જ પાર્કિંગ સ્ટેન્ડ બનાવી લીધું હતું. જેના કારણે રસ્તો સાંકડો થયો હતો. અને વાહનોની અવર-જવર પર તેની અસર જોવા મળી હતી.

Advertisement

સમસ્યા આટલેથી અટકી ન્હતી

વડોદરામાં નવરાત્રીના એક સપ્તાહ પહેલા આવેલા વરસાદે ખેલ બગાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વવિખ્યાત નવરાત્રી ના પહેલા નોરતે જ ગરબા ખેલૈયાઓને ભારે નિરાશા સાંપડી છે. વડોદરાના જુના અને જાણીતા યુનાઇટેડ - વે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા જ ખેલૈયાઓએ કાદવ-કીચડમાંથી પસાર થઇને આવવું પડ્યું હતું. જો કે, તેમની સમસ્યા આટલેથી અટકી ન્હતી. ગરબા ગ્રાઉન્ડ યોગ્ય સમથળ ના હોવાના કારણે ગરબા જેમ તેમ કરીને રમવું પડે તેવી સ્થિતી હતી. જેથી જે ઉત્સાહ સાથે ગરબા રમવા માટે ખેલાૈયાઓ ઘરેથી નિકળ્યા હતા, તે મેદાનમાં જતા સુધીમાં તો સંપૂર્ણ ઓસરી ગયો હતો. એટલું જ નહીં ગરબા રમવા નહીં મળતા ખેલૈયાઓ આક્રોષિત થયા હતા.

Advertisement

જનરલ પાર્કિંગ વાળા માટે ગેટ બંધ કરી દેવામાં આવ્યા

તો રાજવી પરિવાર સાથે સંકળાયેલા એલવીપી ગરબામાં આયોજકો દ્વારા અણઘડ વહીવટનો નમુનો સામે આવ્યો હતો. આયોજકો દ્વારા 10 - 30 કલાક પછી જનરલ પાર્કિંગ વાળા માટે ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે ત્યાર બાદ આવતા લોકોએ રોડ સાઇડના ડિવાઇડરને જ પાર્કિંગ બનાવી દીધું હતું. રોડની બંને બાજુ વાહન પાર્ક થવાના કારણે રોડ પરની અવર-જવર પર તેની અસર પડી હતી. જેને પગલે ટ્રાફીક સુચારૂ વ્ચવસ્થાના ભાગરૂપે ચાલે તે માટે પોલીસ તથા ખાનગી સિક્યોરીટીના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Advertisement

આ પણ વાંચો -- ֹ‘સ્વચ્છતાની બુનિયાદી જરૂરિયાતને સમજાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીજી પછી બીજા રાષ્ટ્રીય નેતા’ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

Tags :
Advertisement

.