VADODARA : દિપાવલી પર્વ પર સતત વ્યસ્ત રહ્યું ફાયર વિભાગ
VADODARA : દિપાવલી (DEEPAVALI - 2024) પર્વમાં ફટાકડા ફોડી, દિવા પ્રગટાવીને પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ સમયે ફટાકડા તથા અન્ય કારણોસર દિપાવલી પર્વ ટાણે આગ લાગવાની ઘટના વધુ પ્રમાણમાં સામે આવતી રહે છે. ત્યારે દિપાવલી પર્વ ટાણે વડોદરા (VADODARA) નું ફાયર વિભાગ (FIRE DEPARTMENT) સતત દોડતું રહ્યું હતું, અને તેમને આગ અંગેના કોલ આવતા રહેતા હતા. દિવાળી અને નૂતન વર્ષના દિવસે ફાયર વિભાગને આશરે 62 જેટલા આગના કોલ મળ્યા હતા. તે પૈકી એક મેજર કોલ હતો, જેમાં 10 કલાકે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
62 જેટલા નાના-મોટા આગના કોલ મળ્યા
વડોદરા સહિત દેશભરમાં દિપાવલી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ સમયે ખાસ કરીને ઇનરજન્સી સેવાઓની માંગ વધી જતી હોય છે, તે પૈકીની એક વડોદરાની ફાયર સર્વિસ છે. આ વખતે દિપાવલી પર્વ પર વડોદરાના ફાયર વિભાગ સતત વ્યસ્ત રહ્યું હતું. અને તેમના ફોન પર આગ ઓલવવા માટેના કોલ ચાલુ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસમાં ફાયર વિભાગને આશરે 62 જેટલા નાના-મોટા આગના કોલ મળ્યા હતા.
10 કલાકથી વધુની મહેનત, અને 10 થી વધુ ફાયર ટેન્ડર કામે લાગ્યા હતા
તે પૈકી એકને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કોયલી ગામમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં લાગેલી આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. વડોદરા ફાયર વિભાગના જવાનોની 10 કલાકથી વધુની મહેનત, અને 10 થી વધુ ફાયર ટેન્ડર થકી આગ પર પાણીનો મારો ચલાવ્યા બાદ તેના પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આમ, તહેવાર ટાણે આગની ઘટના પર તુરંત કાબુ મેળવી લેવાય તે માટે વડોદરા ફાયર વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યું હતું. સદ્નસીબે આગના કોલમાં કોઇ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયું કે ફસાયું હોય તેવી ઘટના આ દિપાવલી પર્વ પર સામે આવી નથી.
આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડમાં મૃતકના નિવાસ સ્થાને "ભાઇબીજ" ઉજવતા ભાજપના કોર્પોરેટર