Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : એક ભૂલ મહિલાને મોત સુધી લઇ ગઇ

VADODARA : વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન સાંજે તેમણે એસએસજી હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા
vadodara   એક ભૂલ મહિલાને મોત સુધી લઇ ગઇ

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા કરજણ (KARJAN) માં રહેતી મહિલાની એક ભૂલ તેનો મોત સુધી લઇ ગઇ હોવાની ઘટના સામે આવવા પામી છે. મહિલાએ પોતાના જ ઘરમાં ભૂલ કરી દીધા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ફરજ પરના બાજર તબિબોએ તેમને મૃત જાહેર કર્યા છે. હાલ આ મામલે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી છે.

Advertisement

વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા કરજણની નવી શારદાબેન રોહિતભાઇ વસાવા તેમના પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ બપોરના સમયે શારદાબેન તેમના ઘરમાં હાજર હતા. તેવામાં તેઓ ભૂલથી એસીડ પી ગયા હતા. ઘટના બાદ તેમને તુરંત જ કરજણ ખાતેની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

કરજણ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન સાંજે તેમણે એસએસજી હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના અંગે મૃતકના પરિજન અજયભાઇ રોહિતભાઇ વસાવાએ કરજણ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. ત્યાર બાદ આ મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ભાયલી ગેંગ રેપ કેસમાં દુષ્કર્મીઓએ મુદત માંગી

Advertisement
Tags :
Advertisement

.