Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "મારા કાકા કોર્પોરેટર છે, પોલીસ પણ કંઇ...", ધમકી આપતા ફરિયાદ

VADODARA : વડોદરા (VADODARA) માં મહિલા માછલી વેચવા માટે તરસાલી વિસ્તારમાં ગયા હતા. દરમિયાન માતા-પુત્રની જોડીએ તમારે મચ્છી વેચવા આ રસ્તેથી જવાનું નહી તેમ કહી ઝઘડો કરી માર માર્યો હતો. બાદમાં ધમકી આપતા કહ્યું કે, તારે જ્યાં ફરિયાદ કરવી હોય...
vadodara    મારા કાકા કોર્પોરેટર છે  પોલીસ પણ કંઇ      ધમકી આપતા ફરિયાદ

VADODARA : વડોદરા (VADODARA) માં મહિલા માછલી વેચવા માટે તરસાલી વિસ્તારમાં ગયા હતા. દરમિયાન માતા-પુત્રની જોડીએ તમારે મચ્છી વેચવા આ રસ્તેથી જવાનું નહી તેમ કહી ઝઘડો કરી માર માર્યો હતો. બાદમાં ધમકી આપતા કહ્યું કે, તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર મારા કાકા કોર્પોરેટર છે, પોલીસ કંઈ કરી શકશે નહીં. આખરે ગેરવર્તણૂંકનો ભોગ બનનાર મહિલાએ ધમકી આપનાર માતા-પુત્ર વિરૂદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશન (MAKARPURA POLICE STATION) માં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

માછલી ભરેલી ટોપલી ધક્કો મારી નીચે પાડી દીધી

વડોદરાના મકરપુરા ડેપો પાછળ આવેલી શ્રીજી નગર સોસાયટીમાં રહેતા મંગીબેન રામદેવભાઈ માછીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ તાજેતરમાં તરસાલીમાં રાઠોડિયા વાસની શેરીમાં હનુમાન મંદીર પાસેના મેઇન રોડ ઉપર માથા ઉપર ટોપલું ભરી માછલી વેચવા ગતા હતા. તે સમયે પટેલ ફળીયામાં રહેતા ઉષાબેન પટેલે તેમને બૂમ પાડી ઉભા રખાવ્યા હતા. ત્યારબાદ તેમણે તમારે મચ્છી વેચવા આ રસ્તેથી જવાનું નહી તેમ કહી પુત્ર ઉત્કર્ષને બોલાવી ઝઘડો કર્યો હતો. અને બેનને પીઠના તથા મોઢાના ભાગે માર મારી માછલી ભરેલી ટોપલી ધક્કો મારી નીચે પાડી દીધી હતી.

મહિલાએ દિકરા-વહુને જાણ કરી

તે સમયે ઝપાઝપી દરમિયાન તેમના કાનની બુટ્ટી પણ પડી ગઈ હતી. અને ત્યાં જ બેસી રહેતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેઓ ઉભા થઈ ચાલતા ચાલતા ઘરે જઈ તેમના દીકરા અલ્પેશ તથા તેમની વહુ શિવાનીને જાણ કરી હતી. બધા આરોપી ઉષાબેન પટેલના તરસાલી ખાતે ઘરે ગયા હતા અને જણાવ્યું હતું કે તમે તેમના જેવા ગરીબ માણસોના છુટક ધંધા કેમ બંધ કરાવો છો તેમ કહેતા તેઓએ ફરી ઝઘડો કર્યો હતો.

Advertisement

તારો બાપ આપશે

બાદમાં ઉત્કર્ષે માંગીબેને જણાવ્યું હતું કે તારે આ રસ્તેથી નીકળવાનું નહી, નહીતર તારા ટાંટીયા ભાગી નાખશું, રસ્તો બદલી નાખવાનો, ચાલો બધા નીકળો અહીયાથી. ઝપાઝપી દરમિયાન તેમની સોનાની બુટ્ટી પડી ગઈ હતી તેઓએ કોઈને મળી છે કે કેમ ? તે બાબતે પુછતાં આ ઉત્કર્ષે તારો બાપ આપશે, બુટ્ટી જા લઈ લે. જયાં ફરીયાદ કરવી હોય ત્યાં કરો. મારા કાકા ધનશ્યામ પટેલ કોર્પોરેટર છે, પોલીસ કાંઈ કરી શકશે નહી’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે ગેરવર્તણુંકનો ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે પોલીસે માતા-પુત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- VADODARA : "વાતો કરે વાયડા, કરી બતાવે..."DJ માં ઉશ્કેરાટભર્યુ ગીત વાગતા ધીંગાણું

Advertisement

Tags :
Advertisement

.