VADODARA : ઘરે બેઠા સુશોભનની વસ્તુઓ બનાવી મહિલાઓ પગભર બની, દિવડાની ભારે ડિમાન્ડ
VADODARA : દિવાળી (DIWALI - 2024) નજીક આવી રહી છે, તેમ તેમ પારંપરિક માટીના દિવડા (CLAY DIYA) ની માંગમાં ઉઠાળો આવી રહ્યા છે. શહેરની (VADODARA) ઘડીયાળી પોળ માં ડેકોરેટિવ આઇટમ્સ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતી ઇશિતા ચિરાગ પરમાર છેલ્લા પાંચ વર્ષથી વડોદરા અને આસપાસના ગામડાઓની 100 જેટલી મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડી રહી છે. આ મહિલાઓ દ્વારા કડવા ચોથ, દિવાળી અને લગ્ન-પ્રસંગોમાં સુશોભનની ચીજ-વસ્તુઓ બનાવવાનું કામ કરે છે. સંચાલિકા દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને આઉટસોર્સ કામ પૂરું પાડે છે. આમ, ઘરેથી જ દિવડા સહિતની વસ્તુઓ બનાવીને સંચાલિકાએ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.
મહિલાઓ હાલ ઘર બેઠાં મહિનાના અંદાજિત રૂ. 20 હજાર કમાય છે
ઇશિતા પરમારે જણાવ્યું કે, જે મહિલાઓ ઘર છોડી શકતી નથી, તેવી મહિલાઓને ઘરબેઠાં પગભર થવાની તક મળે તે અમારો ઉદ્દેશ્ય હતો. અમારી સાથે જોડાયેલી મહિલાઓ હાલ ઘર બેઠાં મહિનાના અંદાજિત રૂ. 20 હજાર કમાય છે. મેં પાંચ વર્ષ પહેલા પાંચ ડેકોરેટિવ પ્લેટથી મારો વ્યવસાય શરૂ કર્યો હતો. જેમાં હવે દર મહિને 10 હજાર જેટલી પ્લેટસ્ બનાવું છું. મારી પ્રોડકટ્સનું મોટું માર્કેટ કરવા ચૌથ, દિવાળી અને લગ્નની સિઝન છે. અમારી સાથે સંકળાયેલી મહિલાઓ પણ તેમના કામ પ્રમાણે કમાણી કરે છે. કોરોના કાળ દરમિયાન જ્યારે લોકો પાસે કોઈ કામ નહોતું ત્યારે મેં આ કામ દ્વારા ૨૦ મહિલાઓને તેમના ઘર ચલાવવામાં મદદ કરી હતી. હાલમાં દિવાળી હોવાથી સુશોભિત દિવડાઓની માંગમાં ભારે ઉછાળો જોવા મળે છે.
અમારા ગ્રાહકો કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ છે
વધુમાં તેમણે જણાવ્યું કે, એક શિક્ષિકા તરીકે મેં શહેરની ખાનગી શાળામાં એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવી છે. પરંતુ તે છોડી મેં ગૃહ ઉદ્યોગની શરુઆત કરી હતી. અમારા પ્રોડક્ટસની માંગ માત્ર વડોદરા કે ગુજરાત સુધી જ સિમિત નથી. પરંતુ અમારા ગ્રાહકો કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ છે. અમે ત્યાં પણ અમારી ચીજ-વસ્તુઓ એક્સપોર્ટ કરતાં હોઈએ છીએ. અમે ગ્રાહકોની માંગ પ્રમાણે કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન પણ કરી આપીએ છીએ. અમારા ઉત્પાદરો માટેનો કાચો માલ અમદાવાદ, મુંબઈ, કોલકાતા અને દક્ષિણ ભારતમાંથી ખરીદીએ છે અને અંતિમ ઉત્પાદનો સમગ્ર ભારત અને વિદેશોમાં પહોંચાડવામાં આવે છે.
હેરિટેજ અને પરંપરાગત ડિઝાઈન પર ધ્યાન કેન્દ્રિત
આખરમાં તેમણે જણાવ્યું કે, સફળ બિઝનેસમાં મારા પતિનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે. ઉપરાંત મારો પરિવાર પણ મારી સાથે આ વ્યવસાયમાં જોતરાઈ ગયો છે. છે. ગૃહ ઉદ્યોગમાં અનેક સફળ વ્યવસાય થઈ શકે છે. પરંતુ તેમાં શર્ત એટલી કે, આઈડિયા નવીન અને પ્રોડક્ટ લોકોને ઉપયોગી થાય તેવા હોવા જોઈએ. હાલ અમે આપણા સમૃદ્ધ વારસાથી લોકોને વાકેફ કરવાના વિચાર સાથે હેરિટેજ અને પરંપરાગત ડિઝાઈન રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : PM મોદી આગમન રૂટ પર 15 મંચ પરથી ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવાશે