VADODARA : ફેસબુક થકી પરિચયમાં આવેલા શખ્સે લગ્નની લાલચે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં આવેલા મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) માં દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. આરોપીના સંપર્કમાં પીડિતા ફેસબુક થકી આવી હતી. ત્યાર બાદ વોટ્સએપ થકી વાતોનો સિલસિલો ચાલ્યો હતો. દરમિયાન લગ્ન કરવાની વાત કરીને પીડિતાને વિશ્વાસ અપાવ્યો હતો. આખરે એક દિવસ અમદાવાદ બોલાવી પીડિતાના મરજી વિરૂદ્ધ તેની જોડે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચર્યું હતું. મામલો પોલીસ મથક પહોંચતા હવે આરોપીને દબોચી લેવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
વોટ્સએપ નંબરની આપલે કર્યા બાદ તેના પર વાતચીત શરૂ
મંજુસર પોલીસ મથકમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ આરોપી કિશોરસિંહ ભીખુભા ઝાલા (રહે. બંગ્લો નં - 1, એમ.આઇ. પાર્ક, બસ સ્ટેશન રોડ, સુરેન્દ્રનગર) જોડે ફેસબુકથી સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઇ હતી. અને વોટ્સએપ નંબરની આપલે કર્યા બાદ તેના પર વાતચીત શરૂ થઇ હતી.
પાવરસ્ટ્રેક ગૃપ કંપનીમાં ડાયરેક્ટરનો હોદ્દો આપવાનો વિશ્વાસ અપાવ્યો
દરમિયાન આરોપી કિશોરસિંહ ભીખુભા ઝાલાએ પીડિતાને બિભત્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલ્યા હતા. જો કે, મહિલાએ આ પ્રકારે બિભત્સ સામગ્રી મોકલવાની મનાઇ કરી હતી. ત્યાર બાદ આરોપીએ પીડિતા જોડે લગ્ન કરશે તેવો ભરોસો આપ્યો હતો. અને પોતે પાવરસ્ટ્રેક ગૃપ કંપનીમાં ડાયરેક્ટરનો હોદ્દો આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ તેણે પીડિતાને પોતાની અમદાવાદના એસજી હાઇવે સ્થિત ફાઇવ કોમ્પલેક્ષમાં આવેલી કોર્પોરેટ ઓફીસે પીડિતાને બોલાવી હતી.
પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા
ત્યાં મુલાકાતને બહાને બોલાવીને આરોપીએ પીડિતાની શારીરિક છેડછાડ કરી હતી. જેનો પીડિતાએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તેણે પીડિતા જોડે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આખરે આ મામલે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ આરોપી કિશોરસિંહ ભીખુભા ઝાલા (રહે. બંગ્લો નં - 1, એમ.આઇ. પાર્ક, બસ સ્ટેશન રોડ, સુરેન્દ્રનગર) વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો -- VADODARA : પ્રિન્સિપાલે શિક્ષિકાનો હાથ પકડી કહ્યું, "પ્રેમ કરું છું, તમે કેમ ના પાડો છો"