Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૂર્વ સાંસદની ઓફીસ બની ઘોડિયા ઘર

VADODARA : વિશ્વ સ્તનપાન સપ્તાહ અને નારી વંદન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડોદરા (VADODARA) જિલ્લા પંચાયત ભવન ખાતે એક નવતર પહેલના ભાગરૂપે મહિલા કર્મયોગીઓની ભાગીદારીથી તૈયાર કરાયેલ ઘોડિયા ઘર, પ્લે હાઉસ અને મહિલારૂમનું સાંસદ ડો. હેમાંગ જોષીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
vadodara   પૂર્વ સાંસદની ઓફીસ બની ઘોડિયા ઘર

VADODARA : વિશ્વ સ્તનપાન સપ્તાહ અને નારી વંદન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડોદરા (VADODARA) જિલ્લા પંચાયત ભવન ખાતે એક નવતર પહેલના ભાગરૂપે મહિલા કર્મયોગીઓની ભાગીદારીથી તૈયાર કરાયેલ ઘોડિયા ઘર, પ્લે હાઉસ અને મહિલારૂમનું સાંસદ ડો. હેમાંગ જોષીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આ જગ્યા પૂર્વ સાંસદની ઓફીસ તરીકે કાર્યરત હતી. હવે તેની ઉપયોગીતા વધારવા માટે ઘોડિયા ઘર અને પ્લે હાઉસની સુવિધાઓ તેમાં તૈયાર કરવામાં આવી છે.

Advertisement

સુખદ અનુભવ થશે

સાંસદ ડો. હેમાંગ જોશીએ મહિલાઓને વિશેષ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, વિશ્વ સ્તનપાન સપ્તાહ અને ગુજરાત નારી વંદન સપ્તાહના સુખદ સંયોગ વચ્ચે આ ઘોડિયા ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે સરાહનીય છે. મહિલા કર્મયોગીઓને કાર્યાલયના સમય દરમ્યાન બાળકોની સતત ચિંતા રહેતી હોય છે. મહિલા રૂમ, રમતગમત રૂમ અને ઘોડિયા ઘરની સુવિધામાં થતા મહિલાઓને કાર્યના સમય દરમ્યાન એક અલગ સુખદ અનુભવ થશે.

Advertisement

અનેરો ઉત્સાહ જોવા મળ્યો

અધ્યતન સુવિધાઓથી સજ્જ આ મહિલા રૂમમાં બેડ, વોશરૂમ અને બ્રેસ્ટ ફીડિંગ રૂમની સુવિધા છે. આ સાથે નાના બાળકો માટે આનંદ દાયક કાર્ટૂનના ભીંત ચિત્રો અને રમકડાંઓથી સજાવેલ પ્લેરૂમ બનાવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની મહિલા કર્મયોગીઓની ભાગીદારીથી ઉભી કરાયેલ આ સુવિધાથી મહિલાઓ અને તેમના બાળકોના ચહેરા પર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

મુશ્કેલીઓ હળવી કરશે

અત્રે નોંધનીય છે કે, જે જગ્યાને ઘોડિયાઘર તરીકે સજાવવામાં આવ્યું છે. જે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું એક સમયની ઓફીસ હતી. જેનો વધુ અસરકારક ઉપયોગ કરવાની દિશામાં તેને ઘોડિયાઘર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઘોડિયા ઘર અનેક મહિલા કર્મીઓની મુશ્કેલીઓ હળવી કરશે તેમ મનાઇ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : DJ ના તિવ્ર અવાજમાં બાલ્કનીનો ભાગ તુટી પડ્યો

Tags :
Advertisement

.