Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જિલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ

VADODARA : જિલ્લામાં તા.૨૮ નવેમ્બર સુધીમાં મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂ થશે, જે અખબારી યાદીના માધ્યમથી જણાવાયું છે.
vadodara   જિલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ

VADODARA : તારીખ.૦૧/૦૧/૨૦૨૫ ની સ્થિતિએ જેના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેમજ જેઓનું હજુ સુધી મતદારયાદી (ELECTION CARD REGISTRATION) માં નામ નોંધાયેલ નથી. તેવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદારયાદીમાં નામ નોંધાય તે હેતુથી તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪ દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪(શનિવાર)અને તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર)ને ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે.

Advertisement

બુથ લેવલ ઓફિસર સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી ઉપસ્થિત રહેશે

વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોમાં કૂલ- ૧૩૦૬ તેમજ શહેરી વિસ્તારના મતદાન મથકોમાં કુલ - ૧૨૭૦ મળી કુલ મતદાન મથકો - ૨૫૭૬ ખાતે બુથ લેવલ ઓફિસર ખાસ ઝુંબેશના દિવસોએ સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી ઉપસ્થિત રહેશે. સાથે જ મતદારયાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નં.૦૬, નામ કમી કરવા માટે ફોર્મ નં.૦૭ તેમજ મતદારયાદીમાં સુધારા (ફોટો સ્થળ અને અન્ય વિગતો) માટે ફોર્મ નં. ૦૮ જરૂરી આધાર પુરાવા સાથે સ્થળ ઉપર જ રજુ કરી શકાશે.

ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર સંપર્ક કરીને માહિતી મેળવો

મહત્વનું છે કે ઉપરોક્ત તમામ પ્રકારની નોંધણી www.voters.eci.gov.in ઉપર અને વોટર હેલ્પલાઈન એપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે. ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવી શકાશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઇવ જારી, જાણો ACP એ શું કહ્યું

Advertisement
Tags :
Advertisement

.