VADODARA : જિલ્લા-તાલુકા કક્ષાએ 8 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી, સન્માનિત કરાશે
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કરનારા શિક્ષકોનું રાજ્ય સરકારની જિલ્લા અને તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અંતર્ગત દરવર્ષે સન્માનિત કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લા કક્ષાએ ૪ અને તાલુકા કક્ષાએ ૪ એમ કુલ ૮ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અમલમાં મુકવામાં આવી
ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર સિંચનને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે જિલ્લા અને તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અમલમાં મુકવામાં આવી છે. તેના હેઠળ ૨૦૨૪ ના તાલુકા અને જિલ્લા કક્ષાના પારિતોષિક માટે ૮ ઉદાહરણીય અને પ્રેરક શિક્ષણ કર્મ કરનારા ગુરુજનોની પસંદગી કરવામાં આવી છે.
ઉત્કૃષ્ઠ સેવા બદલ સન્માનિત કરવામાં આવનાર છે
જિલ્લા કક્ષાએ પસંદ થયેલા શ્રેષ્ઠ શિક્ષકોમાં પ્રાથમિક વિભાગ કેટેગરીમાં કરજણ તાલુકાની કિયા પ્રાથમિક શાળાના કિંજલ ડાહ્યાગીરી ગોસાઈ, માધ્યમિક વિભાગમાં સાવલીની આદર્શ નિવાસી શાળા વિ.જાતિ. ના શ્રીમતી પારૂલબેન દલસુખભાઈ વસાવા, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વડોદરા શહેરની વિદ્યુત બોર્ડ વિદ્યાલયના સોનલ જયેન્દ્રભાઈ ગોસ્વામી અને પ્રાથમિક વિભાગ એચ.ટાટ કેટેગરીમાં સાવલી તાલુકાની વેમાર પ્રાથમિક શાળાના ડૉ. મિહિર ચંદ્રકાંત ત્રિવેદીને ઉત્કૃષ્ઠ સેવા બદલ સન્માનિત કરવામાં આવનાર છે.
પ્રેરક સન્માન થશે
તાલુકા કક્ષાએ વડોદરા તાલુકાની ધનોરા પ્રાથમિક શાળાના રાજેશભાઈ ભીખાભાઈ રબારી, વડોદરા તાલુકાની કૈવલનગર પ્રાથમિક શાળાના સંગીતાબેન અરવિંદભાઈ ચૌધરી, સાવલી તાલુકાના નવાપુરા ક. પ્રાથમિક શાળાના રાકેશકુમાર ગોવિંદભાઈ પરમાર અને પાદરા તાલુકાના કણઝટ કુમાર પ્રાથમિક શાળાના શીતલ રમેશચંદ્ર રાયમંગિયા પસંદગી કરવામાં આવી છે જેમનું પ્રેરક સન્માન થશે.
આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી રી-ડેવલોપમેન્ટના દ્વાર ખુલ્યા, ગૃહમંત્રીની મોટી જાહેરાત