Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તહેવારો પૂર્ણ થતા જ E-KYC માટે જનસેવા કેન્દ્રો પર લાંબી કતારો

VADODARA : કચેરીઓ પુન: ધમધમતી થતા નર્મદા ભૂવનમાં આવેલા જનસેવા કેન્દ્રમાં આજે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે
vadodara   તહેવારો પૂર્ણ થતા જ e kyc માટે જનસેવા કેન્દ્રો પર લાંબી કતારો

VADODARA : વડોદરા (VADODARA) માં રેશન કાર્ડનું ઇ-કેવાયસી (RATION CARD E-KYC) કરાવવા માટે શરૂઆતથી જ જનસેવા કેન્દ્રની (JANSEVA KENDRA) પાછળ લોકોની લાંબી કતારો જામી છે. દિવાળીના તહેવારના અનુસંધાને મીની વેકેશન જેવો માહોલ જોવા મળતો હતો. હવે કચેરીઓ પુન: ધમધમતી થતા નર્મદા ભૂવનમાં આવેલા જનસેવા કેન્દ્રમાં આજે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. સરકાર દ્વારા શિષ્યવૃત્તિ તથા રાશન માટે ઇકેવાયસી ફરજિયાત કરવામાં આવતા લોકો દોડતા થયા છે. જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અન મોબાઇલ નંબરને લિંક કરવાનું કામ જનસેવા કેન્દ્રો પર ચાલી રહ્યું છે.

Advertisement

દિવાળી પૂર્ણ થતા જ હવે કચેરીઓ ફરી ધમધમવા લાગી

રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડનું ઇકેવાયસી કરાવવાની સમયમર્યાદા જારી કરવાના કારણે જનસેવા કેન્દ્ર બહાર શરૂઆતથી જ લોકોની લાઇનો લાગેલી જોવા મળે છે. સરકાર દ્વારા શિષ્યવૃત્તિ તથા રાશન માટે ઇકેવાયસી ફરજિયાત કરવામાં આવતા લોકો બધા કામ પડતા મુકીને તેની પાછળ લાગ્યા છે. તેવામાં હાલમાં દિવાળી હોવાથી સરકારી કચેરીઓમાં મીની વેકેશન જેવો માહોલ હતો. દિવાળી પૂર્ણ થતા જ હવે કચેરીઓ ફરી ધમધમવા લાગી છે. ત્યારે ઇ કેવાયસી કરાવવા માટે અરજદારો વહેલી સવારથી જ લાઇનમાં લાગ્યા છે.

એક નાના કામ માટે અમારે ધક્કા ખાવા પડી રહ્યા છે

અરદજારોએ મીડિયાને જણાવ્યું કે, ધાર્યા કરતા ઓછી ગતિથી ઇ કેવાયસીની કામગીરી ચાલી રહી છે. સરકારી અધિકારીઓએ ફટાફટ કામ કરવું જોઇએ. અન્ય અરજદારે કહ્યું કે, હું લાભ પાંચમ પહેલા આવ્યો હતો. પરંતુ ત્યારે મને 7 તારીખ પછી આવવા જણાવ્યું હતું. આજે હું આવ્યો છું. સવારથી લાઇનો લાગેલી છે. એક નાના કામ માટે અમારે ધક્કા ખાવા પડી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વડોદરાવાસીઓના વર્ષોના ઇંતેજારનો અંત નજીક

Advertisement
Tags :
Advertisement

.