ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

VADODARA : જિલ્લા પંચાયત કચેરીની છતમાંથી ટીપ ટીપ બરસા પાની

VADODARA : વડોદરા જિલ્લા પંચાયત (VADODARA DISTRICT PANCHAYAT) ની કચેરીમાં છતમાંથી ટીપ ટીપ બરસા પાની જેવી હાલત જોવા મળી રહી છે. હાલ સપાટી પર આવેલા દ્રશ્યો આંકડા વિભાગના હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાં છતમાંથી ટકપતા પાણીના કારણે જમીન પર...
03:57 PM Sep 30, 2024 IST | PARTH PANDYA
featuredImage

VADODARA : વડોદરા જિલ્લા પંચાયત (VADODARA DISTRICT PANCHAYAT) ની કચેરીમાં છતમાંથી ટીપ ટીપ બરસા પાની જેવી હાલત જોવા મળી રહી છે. હાલ સપાટી પર આવેલા દ્રશ્યો આંકડા વિભાગના હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાં છતમાંથી ટકપતા પાણીના કારણે જમીન પર પાણી રેલાયું છે. અને જો આ અંગે સત્વરે કાળજી નહીં રાખવામાં આવે તો રેકોર્ડ પણ પાણીમાં ભીના થઇ શકે છે. આ અગાઉ નવી કલેક્ટર કચેરીની જમીન રેકોર્ડ શાખામાં આ રીતે છતમાંથી પાણી ટપકવાની ઘટના સામે આવી હતી.

અગાઉ નવી કલેક્ટર કચેરીમાં પાણી ટપકતા રેકોર્ડ ફાઇલો પલળી ગઇ હતી

વડોદરામાં સામાન્ય માણસ થી લઇને સરકારી અધિકારીઓ ટપકતી દિવાલોના કારણે પરેશાન છે. થોડાક સમય પહેલા વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેની જમીન રેકોર્ડ શાખામાં છતમાંથી પાણી ટપકતા ફાઇલો પલળી ગઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ હવે વડોદાર જિલ્લા પંચાયતની કચેરીમાં આવેલી શાખાની ઓફીસની છતમાંથી પાણી ટપકી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

........... તો કચેરીને નુકશાન થઇ શકે છે

વડોદરા જિલ્લા પંચાયતની જિલ્લા આંકડા અધિકારીની આંકડા શાખાની કચેરીમાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે. આ પાણી ટપકવાના કારણે કચેરીમાં મુકેલા દસ્તાવેજો સુધી પાણી પહોંચે તો નવાઇ નહીં. જો તેમ થાય તો કચેરીને નુકશાન થઇ શકે છે. બીજી તરફ જિલ્લા પંચાયતની કચેરીમાં છતમાંથી લિકેજ સામે આવ્યા બાદ તંત્રની બેદરકારી છતી થવા પામી છે.

સત્તાધીશો શું પગલાં લે છે તે જોવું રહ્યું

દરમિયાન લિકેજ રોકવા તથા લિકના પાણીથી દસ્તાવેજોને બચાવવા માટે તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે. આ મામલો સપાટી પર આવતા તંત્રની બેદરકારી પણ છતી થવા પામી છે. તો કેટલાક દસ્તાવેજોનો પરબિડીયા સુધી પાણી પહોંચ્યું હોવાનું પણ સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે. આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે સત્તાધીશો શું પગલાં લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : ગાળિયામાં ફસાતા મગરે બચવા ગુલાંટ મારી, મળસ્કે કરાયું સફળ રેસ્ક્યૂ

Tags :
cellingDistrictleakofficepanchayatVadodarawater