Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પંચાયતની સાયકલ હરાજી નિષ્ફળ

VADODARA : વડોદરા જિલ્લા પંચાયત (VADODARA DISTRICT PANCHAYAT) દ્વારા આજરોજ સાયકલ હરાજી રાખવામાં આવી હતી. જેને પગલે ઇચ્છુક વેપારીઓ તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પરંતુ જિલ્લા પંચાયત દ્વારા સાયકલની અપસેટ વેલ્યુ રૂ. 900 રખવાના કારણે કોઇએ હરાજીમાં ભાગ લીધો...
vadodara   પંચાયતની સાયકલ હરાજી નિષ્ફળ

VADODARA : વડોદરા જિલ્લા પંચાયત (VADODARA DISTRICT PANCHAYAT) દ્વારા આજરોજ સાયકલ હરાજી રાખવામાં આવી હતી. જેને પગલે ઇચ્છુક વેપારીઓ તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પરંતુ જિલ્લા પંચાયત દ્વારા સાયકલની અપસેટ વેલ્યુ રૂ. 900 રખવાના કારણે કોઇએ હરાજીમાં ભાગ લીધો ન્હતો. અને હરાજી રદ્દ થઇ હતી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે રૂ., 300 - 400 ની વચ્ચે અપસેટ વેલ્યુ રાખવામાં આવે તો વેપારીઓને પોષાય તેમ છે. તમામ વેપારીઓ રૂ. 10 હજારની ડિપોઝીટ ભરીને સાયકલની હરાજીમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

Advertisement

ભંગાર હાલતમાં થઇ ગઇ

વડોદરામાં જિલ્લા પંચાયત હસ્તગત શાળાઓમાં વિતરણ માટે ગુજરાત સરકાર દ્વારા સાયકલો આપવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ધો. 9 - 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને સહાયરૂપી સાયકલો આપવામાં આવનાર હતી. પરંતુ આ સાયકલો વિતરણ કર્યા વગરની જાહેરમાં પડી રહેતા ભંગાર હાલતમાં થઇ ગઇ હતી. જે બાદ તેની હરાજી કરીને તેનો નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ સાયકલોની હરાજી રાખવામાં આવી હોવાથી વેપારીઓ દુર દુરથી શહેરમાં આવ્યા હતા. પરંતુ તેમના નિરાશા જ સાંપડી હતી.

પોષાય તેમ નથી

વેપારીએ જણાવ્યું કે, હરાજીમાં તેમણે અપસેટ વેલ્યુ રૂ. 900 રાખી છે. કુલ 995 સાયકલો છે. છોટાઉદેપુરમાં સાયકલોની અપસેટ વેલ્યુ રૂ. 400 રાખવામાં આવી છે. એટલે અમે સાયકલોની ના પાડી છે. અમે પાંચ વેપારીઓ આવ્યા છે. અમે સાહેબને અપસેટ વેલ્યૂ ઓછી કરવા માટે રજુઆત કરી છે, અપસેટ વેલ્યૂ ઓછી કરો તો કંઇક થાય. અમે વેપારીઓએ રૂ. 10 હજારની ડિપોઝીટ પણ ભરી છે. અપસેટ વેલ્યૂ રૂ. 900 રાખી છે, તે પોષાય તેમ નથી. રૂ. 900 નો ભાવ બિલકુલ ના ચાલે. રૂ. 300 - 400 ની વચ્ચે હોવું જોઇએ.

Advertisement

લખાણ આપ્યું છે

જો કે, આ મામલે અધિકારી જણાવે છે કે, આજે હરાજીમાં ભાગ લેવા માટે પાંચ વેપારીઓ આવ્યા છે. તેમણે આ ભાવે સાયકલ પોષાય તેમ નથી તેવું લખાણ આપ્યું છે. હવે આપણે ફરીથી હરાજી યોજીશું. ફરી અપસેટ વેલ્યૂ નક્કી કરવામાં આવશે, ત્યાર બાદ ફરી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો -- VADODARA : પંચાયતની સભામાં વિપક્ષના અણિયારા સવાલો બાદ અધિકારી રડી પડ્યા

Advertisement

Tags :
Advertisement

.