Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લોકપ્રશ્નોના નિરાકરણ માટે સકારાત્મક અભિગમથી કામ કરવા કલેક્ટરની અધિકારીઓને શીખ

VADODARA : કલેક્ટર બિજલ શાહે લોકપ્રશ્નોના નિવારણ માટે રજૂ થતી અરજીઓ ઉપર સકારાત્મક અભિગમથી કાર્ય કરવા માટે જિલ્લાના અધિકારીઓને શીખ આપી છે. જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠકમાં તેમણે આ પ્રકારે કહ્યું હતું. તુરંત તેનું નિવારણ લાવવું જોઇએ પ્રતિ...
vadodara   લોકપ્રશ્નોના નિરાકરણ માટે સકારાત્મક અભિગમથી કામ કરવા કલેક્ટરની અધિકારીઓને શીખ

VADODARA : કલેક્ટર બિજલ શાહે લોકપ્રશ્નોના નિવારણ માટે રજૂ થતી અરજીઓ ઉપર સકારાત્મક અભિગમથી કાર્ય કરવા માટે જિલ્લાના અધિકારીઓને શીખ આપી છે. જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠકમાં તેમણે આ પ્રકારે કહ્યું હતું.

Advertisement

તુરંત તેનું નિવારણ લાવવું જોઇએ

પ્રતિ માસના ત્રીજા શનિવારે મળતી ઉક્ત સમિતિની આજની બેઠકમાં કલેક્ટર શાહે કહ્યું કે, એક વ્યાપક સમુહને જ્યારે કોઇ સમસ્યા હોય તો તેના નિરાકરણ માટે જનપ્રતિનિધિઓ મારફત સરકારના વિવિધ ખાતાને રજૂઆત મળતી હોય છે. આવી રજૂઆતો પ્રત્યે સકારાત્મક અભિગમ રાખીને તુરંત તેનું નિવારણ લાવવું જોઇએ. આ બેઠકમાં વીજળી, કૃષિ, આંગણવાડી, વાહનવ્યવહાર, માર્ગો સહિતના પ્રશ્નોની રજૂઆત થઇ હતી અને તેના મુદ્દાસરના પ્રત્યુત્તર આપી નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા, સાંસદ હેમાંગભાઇ જોશી, ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર, ચૈતન્યસિંહ ઝાલા, ચૈતન્યભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક રોહન આનંદ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, નિયામકશ્રી હિમાંશુ પારેખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ખનીજ માફીયાઓ સામેની લડતમાં સાંસદ-ધારાસભ્યને મળી પહેલી જીત

Advertisement
Tags :
Advertisement

.