Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : જિલ્લા ભાજપ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર, અતિવૃષ્ટિ સામે ઝડપી સહાય ચૂકવવા માંગ

VADODARA : વડોદરા (VADODARA) શહેર જિલ્લામાં પૂરની સ્થિતીને (FLOOD - 2024) પગલે ભારા તારાજી સર્જાઇ છે. સામાન્ય નાગરિકથી લઇને મોટા મોટી બંગ્લાઓમાં રહેતા લોકોને નાનું મોટું નુકશાન ભોગવવું પડ્યું છે. ત્યારે આજ સવારથી વિશ્વામિત્રી નદીના પાણી ઓસરી રહ્યા છે. તેવામાં...
01:55 PM Aug 29, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) શહેર જિલ્લામાં પૂરની સ્થિતીને (FLOOD - 2024) પગલે ભારા તારાજી સર્જાઇ છે. સામાન્ય નાગરિકથી લઇને મોટા મોટી બંગ્લાઓમાં રહેતા લોકોને નાનું મોટું નુકશાન ભોગવવું પડ્યું છે. ત્યારે આજ સવારથી વિશ્વામિત્રી નદીના પાણી ઓસરી રહ્યા છે. તેવામાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ (VADODARA DISTRICT BJP PRESIDENT) દ્વારા મુખ્યમંત્રી (CM OF GUJARAT) ને પત્ર લખીને અતિવૃષ્ટિથી થયેલા નુકશાન સામે ઝડપભેર સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા ગતરોજ શહેરની મુલાકાતે આવેલા રાજ્ય સરકારના બે મંત્રીઓ પાસે પૂરની સ્થિતીનો રિપોર્ટ માંગ્યો છે. તે બાદ રાજ્ય સરકાર મોટી રાહતની જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

વડોદરામાં વિતેલા ત્રણ દિવસથી પૂરની સ્થિતી સર્જાઇ છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. તાજેતરમાં સત્તાધીશો દ્વારા આજવા સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ આજ સવારથી પાણી ઓસરવાનું શરૂ થયું છે. દરમિયાન ગતરોજ રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંત્રી રૂષિકેશભાઇ પટેલ અને મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા શહેરની મુલાકાતે દોડી આવ્યા હતા.

બંને મંત્રીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપવામાં આવશે

તેમણે આવીને પ્રથમ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધીઓ તથા સરકારી અધિકારીઓ જોડે મહત્વની બેઠક કરી હતી. ત્યાર બાદ તેઓ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડમ્પર પર બેસીને નીરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જે બાદ તેમણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઇને સમગ્ર વ્યવસ્થાપન નિહાળ્યું હતું. અને પરત ફર્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા બંને મંત્રીઓ પાસેથી પૂરની સ્થિતીનો રીપોર્ટ માંગવામાં આવ્યો છે. બંનેને મુખ્યમંત્રી નિવાસે બોલાવવામાં આવ્યા હતા.જેમાં બંને મંત્રીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપવામાં આવશે. બેઠક બાદ મુખ્યમંત્રી વડોદરા માટે વિશેષ સહાયની જાહેરાત કરી શકે છે.

મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો

આ વચ્ચે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી કે, વડોદરા જિલ્લામાં તાજેતરમાં થયેલી ભારેથ અતિભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને તથા સામાન્ય જનતાના જાનમાલને ભારે નુકશાન પહોંચ્યું છે. તો આ બાબતે સર્વે કરીને ઝડપથી કાર્યવાહી કરી સહાય ચૂકવવા માટે અમારી આગ્રહભરી વિનંતી છે.

આ પણ વાંચો -- VADODARA : મુખ્યમંત્રીએ પૂરની સ્થિતીનો માંગ્યો રિપોર્ટ, ગૃહમંત્રી આજે શહેરની મુલાકાતે

Tags :
askBJPCMDistrictfloodforGujaratLatterneedyofpresidentspeedysupporttoVadodaraWrite
Next Article