Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડિજિટલ અરેસ્ટ : 36 કલાક યુવકે પોતાના જ ઘરમાં "જેલવાસ" ભોગવ્યો

VADODARA : તમારી ડિજિટલ કસ્ટડી લઇએ છીએ. આમ કરીને કેતન સાવંતને 34 કલાક સુધી તેમના જ ઘરમાં જેલવાસ ભોગવવા પર મજબુર કર્યા
vadodara   ડિજિટલ અરેસ્ટ   36 કલાક યુવકે પોતાના જ ઘરમાં  જેલવાસ  ભોગવ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી વિસ્તારમાં રહેતા સોફ્ટવેર પ્રોગ્રામરને તેના જ ઘરમાં સાયબર માફિયાઓ દ્વારા ડિજિટલ એરેસ્ટ (DIGITAL ARREST) કરીને જેલવાસ ભોગવવા પર મજબુર કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાત્રીના સમયે તેઓ સુઇ જાય છતાં પણ કોમ્પ્યુટર-લાઇટો ચાલુ રાખવ માટે જણાવવામાં આવતું હતું. દરમિયાન એક તબક્કે કોર્ટના જજ સામે હાજર કરવાનું કહીને સફેદ કપડાં પહેરાવડાવ્યા હતા. આખરે પીડિતનો સંપર્ક સાયબર એક્સપર્ટ સાથે થતા તેમણે ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા. બાદમાં આરોપીઓ સામે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

નંબર દબાવતા જ આખી લાઇન ડાયવર્ટ થઇ ગઇ

શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા કેતન સાવંત સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે કામ કરે છે. 3, નવેમ્બરના રોજ તેમને ફોન આવ્યો હતો, અને ફોન કરનારે જણાવ્યું કે, તેમની સીમકાર્ડ બ્લોક કરવાનું છે. કારણ જાણવા માટે 9 નંબર ડાયલ કરવા જણાવ્યું હતું. કેતલભાઇએ નંબર દબાવતા જ આખી લાઇન ડાયવર્ટ થઇ ગઇ હતી. અને વોટ્સએપ પર વીડિયો કોલ શરૂ થઇ ગયો હતો. જેમાં સામેથી મુંબઇ પોલીસના લોગો સાથે અધિકારીના વેશમાં ગઠિયો પ્રગટ થયો હતો.

Advertisement

બહેને સાયબર એક્સપર્ટને આ અંગેનું રેકોર્ડિંગ બતાવતા તેમણે ખરાઇ કરી

બાદમાં તેણે કેતનભાઇ પર આરોપ મુકતા જણાવ્યું કે, તમે જેટ એરવેયઝના માલિક નરેશ ગોયલ પર ચાલતા. રૂ. 250 કરોડના મની લોન્ડરીંગના કેસ મામલે સસ્પેક્ટ છો. અમે તમારી ડિજિટલ કસ્ટડી લઇએ છીએ. આમ કરીને કેતન સાવંતને 34 કલાક સુધી તેમના જ ઘરમાં જેલવાસ ભોગવવા પર મજબુર કર્યા હતા. બાદમાં તેમની બહેને સાયબર એક્સપર્ટને આ અંગેનું રેકોર્ડિંગ બતાવતા તેમણે ખરાઇ કરી હતી. અને સમજાવટ થકી બચાવી લીધા હતા. આ કેસમાં ગઠિયાઓ દ્વારા રૂ. 1.65 લાખ ટ્રાન્સફર પણ કરાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સાયબર ગઠિયાઓનું નવું હથિયાર ડિજિટલ અરેસ્ટ

આ ઘટના સપાટી પર આવ્યા બાદ અજાણ્યા શખ્સો સામે પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આજકાલ સાયબર ગઠિયાઓનું નવું હથિયાર ડિજિટલ અરેસ્ટ બની રહ્યું છે. જો તેને લઇને વધુ લોકજાગૃતિના પ્રાયાસો કરવામાં નહીં આવે તો અનેક લોકો તેનો ભોગ બની શકે છે.

આ પણ વાંચો -- VADODARA : "નોટ વાંચ્યા પછી બધી ખબર પડી, અમને કોર્ટ પર પૂરો ભરોસો છે", એક્ટિવિસ્ટના પરિજનનું નિવેદન

Tags :
Advertisement

Trending News

.

×